દેશભરમાં ગુજરાતના સાયબર કૌભાંડની ભારે ચર્ચા છે. એક ડિફોલ્ટ પાસવર્ડ એડમીન૧૨૩ એ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. હેકરોએ રાજકોટના પાયલ મેટરનિટી હોસ્પિટલટલના સીસીટીવી હેક કર્યાથી શરૂ થયેલો આ મામલો ભારતનો સૌથી મોટા સાયબર ફ્રોડ સુધી પહોંચ્યો છે. હેકરોએ હોસ્પિટલટલના સીસીટીવીને તેના ડિફોલ્ટ એડમિન લોગિનથી હેક કરી લીધું હતું. રાજકોટના પાયલ મેટરનિટી હોસ્પિટલટલમાં મહિલાઓની મેડિકલ તપાસના સીસીટીવી ફૂટેજ પોર્ન માર્કેટમાં પહોંચી જવાના ખળભળાટ સર્જનારા કેસમાં નવો ખુલાસો થયો છે. આ કેસમાં મોટો ખુલાસો થયો છે કે, સાયબર હેકરોએ માત્ર રાજકોટ જ નહીં પણ સુરત, અમદાવાદ, પુણે, મુંબઈ, નાસિક તથા દિલ્હીમાં પણ હોસ્પિટલટલ, સ્કૂલ-કોલેજ, થિયેટર, કોર્પોરેટ હાઉસ, ઘર તથા ફેક્ટરીઓના સીસીટીવી હેક કરીને તેની કલીપપિંગ્સની ચોરી કરી હતી. આવી ૧૦૦-૨૦૦ નહીં પરંતુ ૫૦ હજાર જેટલી કલીપપિંગ્સ પોર્ન માર્કેટમાં પહોંચી ગઈ છે.તપાસમાં સામે આવ્યું છે કે, હેકરોએ એક વર્ષ સુધી રાજકોટની હોસ્પિટલટલની સિસ્ટમનું એક્સેસ પાસે રાખ્યું હતું. જાન્યુઆરી ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪ની શરૂઆત સુધી હેકરોએ દેશભરમાંથી વાંધાજનક ૫૦ હજાર જેટલી સીસીટીવી ક્લિપ્સ ચોરી કરી હતી. ફેબ્રુઆરી ૨૦૨૫માં ગુનેગારો પકડાઈ ગયા હતા. તે છતાંપણ જૂન સુધી આ ક્લિપ્સ સોશિયલ મીડિયા ચેનલો પર ઉપલબ્ધ હતી. આ વાંધાજનક ક્લિપ્સ મેઘા એમબીબીએસ અને સીપી મોન્ડા જેવી યુટયુબ ચેનલો પર ઓનલાઈન પોસ્ટ કરવામાં આવતા આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. ટેલિગ્રામ પર કેટલાક ગ્રૂપમાં ગ્રાહકોને ૭૦૦ થી ૪,૦૦૦ સુધીના ભાવે ફૂટેજ વેચતા હતા. તપાસકર્તાઓને જાણવા મળ્યું હતું કે, દેશભરમાં આશરે ૮૦ સીસીટીવી ડેશબોર્ડ હેક કર્યા હતા. જેમાં પુણે, મુંબઈ, નાસિક, સુરત, અમદાવાદ અને દિલ્હીનો સમાવેશ થાય છે.હેકર્સે હોસ્પિટલટલની સીસીટીવી સિસ્ટમને તેના ડિફોલ્ટ એડમિન પાસવર્ડ એડમીન૧૨૩’ નો ઉપયોગ કરીને હેક કરી હતી. ગાયનેકોલોજી વોર્ડમાં મહિલાઓના ચેકઅપની સંવેદનશીલ ફૂટેજ ચોરી લીધી હતી. આ ફૂટેજ રૂપિયા કમાવવા માટે આંતરરાષ્ટ્રીય પોર્ન માર્કેટમાં વેચવામાં આવી હતી. જેનાથી દેશભરમાં સાયબર સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.ગુજરાત સહિત જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત ૨૦ રાજ્યોમાં તપાસ દરમિયાન, હોસ્પિટલટલો, શાળાઓ, કોર્પોરેટ હાઉસ, સિનેમા હોલ, ફેક્ટરીઓ અને ઘર સહિત લગભગ ૮૦ સીસીટીવી ડેશબોર્ડ હેક થયેલા મળી આવ્યા હતા. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે, હેકરોએ ‘બ્રુટ ફોર્સ એટેક’ નો ઉપયોગ કર્યો હતો, જેમાં પ્રોગ્રામ દ્વારા પાસવર્ડના દરેક સંભવિત કોમ્બિનેશનને ટ્રાય કરવામાં આવે છે. આનો મુખ્ય હેકર, બી.કોમ ગ્રેજ્યુએટ, પરિત ધમેલિયાએ ઓપરેશન હાથ ધરવા માટે ત્રણ અલગ અલગ સોફ્ટવેર પ્રોગ્રામનો ઉપયોગ કર્યો હતો. ચોરાયેલા ઓળખપત્રો સાથે, અન્ય એક આરોપી, રોહિત સિસોદિયાની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેણે મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીમાં ડિપ્લોમા કર્યો હતો. તેણે ચોરાયેલી લોગિન વિગતો દાખલ કરવા અને હોસ્પિટલટલના કેમેરામાં ગેરકાયદેસર એક્સેસ મેળવવા માટે કાયદેસર રિમોટ વ્યુઇંગ માટે રચાયેલા ટૂલનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ હુમલાખોરોએ એક વિશિષ્ટ હેકિંગ ટૂલ, સોફ્ટવેર’નો ઉપયોગ કર્યો હતો, જે સિસ્ટમમાં ઘૂસીને કેમેરા આઇડી, પાસવર્ડ અને આઇપી સરનામું જાહેર કરે છે. બીજા એક આરોપી, પ્રજ્વલ તેલી,નીટનો ઉમેદવાર છે. તે આ કેસનો કથિત માસ્ટરમાઇન્ડ છે.







































