રાજકોટના શાપરના ગ્રામ્ય વિસ્તારમાં શ્વાનના હુમલાથી એક બાળકનું મોત નિપજ્યું છે. જેમાં ૫ શ્વાને રમતા રમતા એક બાળક પર હુમલો કરતા દુઃખદ બનાવ બન્યો હતો. બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ નજીક શાપરમાં રહેતા શ્રમિક પરિવારના ૭ વર્ષના પુત્ર આયુષ યાદવને ૫ શ્વાને ફાડી ખાતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. માથામાં અને શરીરનાં અન્ય ભાગમાં ઈજા પહોંચતાં તેને નજીકની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જાકે, સારવાર દરમિયાન બાળકનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. શ્રમિક પરિવાર મૂળ બિહારનો પટનાનો રહેવાસી છે, જે અહીં પેટિયું રળવા શાપર મુકામે આવ્યો હતો.
અગાઉ અમદાવાદમાં હાથજણમાં ૪ વર્ષની બાળકીને શ્વાને ફાડી ખાતા ચકચાર મચી ગઈ હતી. બાદમાં સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી અને નિયમો અંગે અમલવારીને લઈ બેઠક થઈ હતી. બાદમાં અમદાવાદ સ્ટેન્ડીંગ કમિટીએ પાલતુ શ્વાનને લઈ જરૂરી નિયમો બનાવ્યા છે. માહિતી અનુસાર પાલતુ શ્વાનની ૩૧ મે પહેલા ફરજીયાત નોંધણી કરાવવી. જા નિર્ધારિત તારીખ સુધી રજીસ્ટ્રેશન કરાવવામાં નહીં આવે તો સખ્ત કાર્યવાહી કરાશે. ઘરોના ગટર અને પાણીનાં કનેક્શન કાપી નાખવામાં આવશે.
રજીસ્ટ્રેશન નહીં કરાયેલા શ્વાનને આશ્રય ગૃહમાં રાખવામાં આવશે. કમિટીના આ નિર્ણયથી પેટ ડોગ માલિકો રજીસ્ટ્રેશન અંગે ગંભીરતાથી વિચારવા મજબૂર બનશે. જા પેટ ડોગ માલિકો નિયમનું ઉલ્લંઘન કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. છસ્ઝ્ર આ નિયમનું ઉલ્લંઘન કરનારા પાલતુ કૂતરા માલિકો સામે કડક કાર્યવાહી કરશે. આ નિયમનો મુખ્ય હેતુ શહેરમાં પાલતુ કૂતરાઓની ગણતરી રાખવાનો, તેમના સ્વાસ્થ્યની સ્થિતિ પર નજર રાખવાનો અને રખડતા કૂતરાઓની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ કરવાનો છે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ દંડથી બચવા માટે સમયસર તેમના પાલતુ કૂતરાઓની નોંધણી કરાવે.