રાજકોટ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે. વાંકાનેર વિધાનસભા વિસ્તારના જોધપર ગામે સ્વાભિમાન સંમેલનમાં પોતાના અનોખા અંદાજમાં પરેશ ધાનાણીએ જાહેર જનતાને અનોખું દ્રષ્ટાંત આપી મતદાન કરવા અપીલ કરી વિશ્વાસ આપેલ કે “મારા વતી ક્યાંય જામીન થયા હશો ને, તમારી જામીનગીરી એળે નહિ જવા દઉં” આ વિશ્વાસ સાથે મતદારોને કોંગ્રેસ તરફથી મતદાન કરવા અનુરોધ કર્યો હતો. રાજકોટના ભાડલા ગામે પરેશ ધાનાણીએ બળદગાડુ ચલાવીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમજ રાજકોટના રેલનગર ખાતે, ધર્મ રથના આગમન સમયે ક્ષત્રિય ભાઈઓ અને બહેનો દ્વારા લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરી જવતલિયા ભાઈ પરેશ ધાનાણીને સમર્થન કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી.