રાજકોટ જીલ્લાનાં ધોરાજી તાલુકામાં પાલક પિતાએ ૧૫ વર્ષની સગીર પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચરતા પિતાની કરતૂતનો ભાંડો ફૂટ્યો છે. સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબી તપાસમાં સમગ્ર મામલે ખુલાસો થયો હતો. માતાએ પાલક પિતા સામે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાંથી એક કળિયુગી પિતા દ્વારા તેની પુત્રી પર બળાત્કાર કરવાનો મામલો સામે આવ્યો છે. રાજકોટ જીલ્લાનાં ધોરાજી તાલુકામાં એક ૧૫ વર્ષની દીકરી પર તેના પાલક પિતા દ્વારા વારંવાર પોતાની હવસ સંતોષતા સગીરા ગર્ભવતી થઈ હતી. સગીરાને પેટમાં દુઃખાવો થતાં તેને અચાનક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં તપાસ કરાવતી વખતે પિતાની કરતૂત સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ સગીરાની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ ઘટનાથી ચોંકી ગયેલી માતાએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પાટણવાવ પોલીસે આરોપી પિતા વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસે બાળકી પર બળાત્કાર કરનાર પાલક પિતાની પણ ધરપકડ કરી છે. આ દરમિયાન, આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જેના પર કોર્ટે તેને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.










































