રાજકોટથી જેતપુર સુધીમાં નેશનલ હાઇવે પર સીકસ લેન રોડ પ્રોજેક્ટ કામગીરીમાં ૨ નંગ મેજર બ્રિજ, ૨૮ નંગ માઇનોર બ્રિજ, ૨૦ નંગ ફ્‌લાયઓવર, ૧ કિમી એલિવેટેડ સ્ટ્રક્ચર, ૧૫ અંડરપાસ બનનાર છે. રાજકોટથી જેતપુર સુધીનાં નેશનલ હાઇવેના સિકસ લેન રોડ પ્રોજેક્ટ કામગીરીનો ધમધમાટ શરૂ થયો છે. નેશનલ હાઇવે વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું. વડાપ્રધાન દ્વારા પ્રેરિત ભારત માલા પરિયોજના હેઠળ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ૬૭.૪ કિલોમીટર લાંબા, એક્સેસ-નિયંત્રિત જેતપુર-રાજકોટ રોડને પહોળો કરવાનું શરૂ કર્યું. આ રોડ ગુજરાતના નેશનલ હાઈવે (દ્ગૐ-૨૭) પર બનાવવામાં આવ્યો છે. રાજકોટ અને જેતપુર એ ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ શહેરમાંના એક છે, જે વેપાર અને પ્રવાસન બંને માટે મૂલ્યવાન છે. આ રસ્તો હિન્દુ યાત્રિકોને રામનાથ ધામ, સ્વામિનારાયણ મંદિર (ગોંડલ), જલારામ બાપા (વીરપુર), ખોડલધામ મંદિર, વગેરેની મુલાકાત લેવામાં મદદ કરશે અને ટ્રાફિક સમસ્યા હલ થશે.