રાજકોટ એરપોર્ટ પર ગજબ કિસ્સો સામે આવ્યો છે. પાયલોટે એર ઈન્ડીયાની ફ્લાઇટની ઉડાન ભરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેથી કરીને ત્રણ સાંસદ સહિત સો જેટલા મુસાફરોને હેરાન થવું પડ્યું હતું. પાયલોટની જીદને કારણે એર ઈન્ડીયાની દિલ્હી ફ્લાઈટ ટેકઓફ થઈ શકી નહોતી. પાયલોટની જીદ પાછળનું કારણ પણ ખૂબ જ ચોંકાવનારું છે. પાઇલોટએ કહ્યું હતું કે, મારી શિફ્ટ પૂરી થઈ ગઈ છે. તેથી પાયલોટે ઉડાન ભરવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી.
રાજકોટ એર ઇન્ડીયાની રાત્રે ૮ વાગ્યાની ફ્લાઈટ ટેક ઓફ જ થઇ શકી નહોતી. પાઇલોટએ કહ્યું હતું કે, મારી શિફ્ટ પૂરી થઈ ગઈ છે. તેથી તેણે સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. જે બાદ હજુ સુધી ફ્લાઈટ ટેક ઓફ થઈ શકી નથી. આ ફ્લાઇટમાં સાંસદ મોહન કુંડારિયા, પૂનમ માડમ અને રાજ્યસભાના ઉમેદવાર કેસરિદેવ સિંહ ઝાલા સહિત ૧૦૦ મુસાફરો દિલ્હી જવાના હતા.
જાકે, ફ્લાઈટ કેન્સલ થતાં રાજકોટના સાંસદ મોહન ભાઈ કુંડારિયાએ દિલ્લી જવાનું કેન્સલ કર્યું હતું. જ્યારે પૂનમ માડમ જામનગરથી દિલ્હી ગયા હતા, જ્યારે કેસરિદેવ ઝાલા અમદાવાદથી દિલ્હી ગયા હતા. અન્ય કેટલાક મુસાફરો અમદાવાદથી દિલ્હી ગયા હતા. હજુ આ ફ્લાઈટ ક્યારે ઉપડશે તેની કોઈ સ્પષ્ટતા નથી. ત્રણેય સાંસદોએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા સાથે વાત કરી હતી, આમ છતાં પાયલોટના કલાકો ન વધારવામાં આવતા ફ્લાઈટ ઉડાન ન ભરી શકી હતી. છેલ્લા ૧૪ કલાકથી ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ પર પડી છે. ફ્લાઈટ ક્યારે ઉડાન ભરશે તે હજી સુધી નક્કી નથી.
સામાન્ય રીતે એસટી બસ કે લોકલ ટ્રાવેલ્સ હોય તેમનું પણ મેનેજમેન્ટ હોય છે કે કયા ડ્રાઇવરની ક્યારે નોકરી પૂરી થાય છે અને એના રિલિવર તરીકે કોને ત્યાં રાખવા તે સ્થાનિક લેવલે પણ તેઓ નક્કી કરી પેસેન્જરનું પૂરતું ધ્યાન રાખતા હોય છે પરંતુ જ્યારે વાત હવાઈ મુસાફરીની કરવામાં આવે ત્યારે તેના મેનેજમેન્ટની વિશ્વભરમાં પ્રશંસા થતી હોય છે પરંતુ રાજકોટ એરપોર્ટ પર એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો. ખુદ સાંસદ સભ્ય સહિતના લોકોએ પાયલોટને સતત મનાવવાના પ્રયાસ કર્યા હતા. જાકે, પાયલોટ કોઈપણ સંજાગોમાં માનવા તૈયાર જ ન હતા. જેથી ખુદ સાંસદ સભ્યો પણ રઝડી પડ્યા હતા