રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે વેસ્ટ ઝોન વિસ્તારના યુનિ. રોડ રોડ ખાતે જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવ શાખા દ્વારા ૧ કેબિન અને ૧૨૦ બેનરની જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ વારે વસુલાત શાખાએ ૮૬ આસામીઓ પાસેથી ૨૩,૯૬,૦૦૦ની વસુલાત કરી હતી.
વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં. ૯ અને ૧૦માં સત્યમ ૨ કોમ્પલેક્સ, શિવમ કોમ્પલેક્સ, કે-કોર્નર, હરભોલે આર્કેડ ૨, વિનીત એપાર્ટમેન્ટ, ફોર્ચ્યુન સ્ક્વેર, પાર્થ પ્લાઝા, હર ભોલે આર્કેડ, ક્રિષ્ના કોનાર્ક, દ્વારકેશ એપા., માનવ આર્કેડ, ન્યુ. એમ્પાયર બિલ્ડિંગ, ગંગા જમના સરસ્વતી એપા., વગેરેમાંથી કુલ ૫૨ મિલકતો પાસેથી કુલ રૂ.૧૪ લાખ ૧૯ હજાર રૂપિયાના મિલકત વેરાની વસુલાત કરવામાં આવી હતી. તેમજ ૩૪ આસામીઓ પાસેથી ૬ લાખ ૭૭ હજારની વ્યવસાય વેરાની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે વ્યવસાય વેરા માટે કુલ ૧૩૫ આસામીઓને સુનાવણી નોટિસ આપવામાં આવી છે.
રાજકોટ શહેરને સ્માર્ટ બનાવવા માટે સ્માર્ટ સિટી અંતર્ગત વિવિધ સુવિધાથી સજ્જ બનાવવામાં આવી રહ્યું છે. શહેરમાં અલગ અલગ ૨૫ સ્થળોએ સ્માર્ટ પાર્કિગ બનાવવામાં આવશે. જેમાંનું એક સ્માર્ટ પાર્કિગ ઢેબર રોડ, નાગરિક બેંક પાસે હાલ બની ગયું છે. જેની આજે મનપા કમિશનર અમિત અરોરાએ વિઝીટ કરી હતી. સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ પાર્કિગમાં સ્માર્ટ સુવિધાઓ આપવામાં આવી રહી છે, જેમાં પાર્કિગ કરેલા વાહનોનું સ્ટેટ્‌સ ઓનલાઈન જાણી શકાશે. સ્માર્ટ પાર્કિગમાં વાહન પાર્ક કરવા માટે જગ્યા છે કે નહીં તેની પણ માહિતી મેળવી શકાશે. વાહન પાર્ક કરવા માટે ઓનલાઇન અને ઓફલાઈન પણ સ્લોટ બુક કરી શકશે.