રાજકુમાર રાવ ૧૫મી નવેમ્બરે લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો. કપલે ચંડીગઢમાં રોયલ વેડિંગ કર્યા હતા અને લગ્નના થોડા દિવસ બાદ રાજકુમાર તેની અપકમિંગ ફિલ્મના સેટ પર રિપોર્ટ કરવાનો છે. એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, રાજકુમાર ૧૮ નવેમ્બરથી અનુભવ સિન્હાની ફિલ્મ ભીડનું શૂટિગ શરૂ કરવાનો હોવાથી નવદંપતી એક્ઝોટિક હનીમૂન પર નહીં જઈ શકે. ડિરેક્ટર નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં ફિલ્મના શૂટિંગ માટે ઉત્સુક હતા, તે માટે સંમત થયેલા રાજકુમારે પત્રલેખા સાથે વેકેશન પર જતા પહેલા ફિલ્મનું શૂટિંગ કરવાનું નક્કી કર્યું હતું. ભીડનું શૂટિંગ લખનઉમાં થશે. આ વિશે વાત કરતાં અગાઉ રાજકુમારે કહ્યું હતું કે ‘હું અનુભવ સિન્હા સાથે કામ કરવા માટે ઉત્સુક છું. અવાજ અલગ ધરાવતા ડિરેક્ટર સાથે કોલાબરેટ કરવું તે ખૂબ જ સન્માન અને સૌભાગ્યની વાત છે. ગયા વર્ષે લૂડો હિટ ગયા બાદ ભૂષણ કુમાર સાથે ફરીથી કામ કરવું તે ઘર વાપસી જેવું છે. એન્ટરટેનર તરીકે, પણ લોકો મારા કામ વિશે વિચારે તેમ હું ઈચ્છું છું. આ મહત્વપૂર્ણ વિષય છે અને પાત્રને મારે એક કલાકાર તરીકે મારી જોતને કમ્ફર્ટ ઝોનથી આગળ વધારવાની જરૂર છે. હું શૂટિંગ શરૂ કરવાની રાહ જોઈ શકતો નથી. ૧૫મી નવેમ્બરે લગ્ન કર્યા બાદ રાજકુમાર રાવે પત્રલેખા સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું ‘આખરે ૧૧ વર્ષના પ્રેમ, રોમાન્સ, મિત્રતા અને મસ્તી પછી મે મારી સોલમેટ, મારી સૌથી સારી મિત્ર, મારા પરિવાર સાથે લગ્ન કર્યા છે. આજે મારા માટે તારો પતિ કહેવડાવવાથી વધારે કોઈ ખુશી નથી, પત્રલેખા. પત્રલેખાએ પણ બે તસવીરો શેર કરી હતી અને તેણે લખ્યું હતું ‘મારા પ્રેમી, મારો ક્રાઈમ પાર્ટનર, મારો પરિવાર, મારા સોલમેટ. પાછલા ૧૧ વર્ષથી મારો સૌથી સારો મિત્ર. તારી પત્ની બનવા કરતા મોટી કોઈ લાગણી નથી’.રાજકુમાર અને પત્રલેખાએ ૨૦૧૪માં ‘સિટીલાઈટ્‌સ’માં સાથે સ્ક્રીન શેર કરી હતી. બંને ઘણા સમયથી લિવ-ઈનમાં રહેતા હતા.