થોડા સમય પહેલા જ સમાચાર સામે આવ્યા હતા કે બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને તેમની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ પત્રલેખા ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ જવાના છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, નવેમ્બર મહિનામાં ૧૦, ૧૧ અને ૧૨ તારીખે રાજકુમાર અને પત્રલેખાના લગ્નના વિવિધ ફંક્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. હવે તેમના લગ્ન કયા શહેરમાં થવાના છે તેની જાણકારી સામે આવી છે. રિપોર્ટ અનુસાર, રાજકુમાર અને પત્રલેખાના લગ્ન રાજસ્થાનની પિંક સિટી એટલે કે જયપુરમાં થવાના છે. રિપોર્ટમાં એક સૂત્રના માધ્યમથી આ જાણકારી આપવામાં આવી છે. રાજકુમાર અને પત્રલેખાના લગ્ન અત્યંત પરંપરાગત પદ્ધતિથી જયપુરમાં થશે. અત્યાર સુધી લગ્ન માટે અનેક લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. લગ્નની તૈયારીઓ પણ પૂરજાશમાં ચાલી રહી છે. આ પ્રસંગોમાં રાજકુમાર અને પત્રલેખાના પરિવાર સિવાય અમુક નજીકના મિત્રો પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે રાજકુમાર અને પત્રલેખા પાછલા ૧૦ વર્ષથી વધારે સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જા કે તેઓ પોતાના સંબંધો વિષે ખુલીને વાત નથી કરતા. રાજકુમાર રાવ અને પત્રલેખાની જાડી ફિલ્મ સિટીલાઈટ્‌સમાં પડદા પર એકસાથે જાવા મળી હતી. આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી. પત્રલેખાએ આ ફિલ્મ સાથે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. રાજકુમાર રાવની વાત કરીએ તો તેણે ફિલ્મ લવ સેક્સ ઔર ધોર્ખાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ શાહિદ માટે તેને બેસ્ટ એક્ટરનો નેશનલ અવોર્ડ પણ મળ્યો છે. બોલિવૂડમાં અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે. વિકી કૌશલ અને કેટરિના કૈફની લગ્નની વાતો ચાલી રહી છે. માનવામાં આવે છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ ડિસેમ્બરમાં પરણી જશે. અંકિતા લોખંડે પણ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કરવાની છે. રાજકુમાર રાવ અને પત્રલેખાએ હજી સુધી પોતાના લગ્ન પર કોઈ સત્તાવાર કમેન્ટ નથી કરી.