સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજકીય વિચારો અથવા પત્રકારોને દબાવવા માટે રાજ્ય બળનો ઉપયોગ ક્યારેય પણ કરવો જોઈએ નહીં. જો કે, વડી અદાલતે તેની સાથે કહ્યું કે, રાજકીય વર્ગોને પણ તેમના એ વિચારોનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ, જેને તેઓ દેશની સામે રજૂ કરી રહ્યા છે અને ટિવટરના આ યુગમાં પત્રકારોની જવાબદારી વધી છે અને તેમને એ વાતનું ધ્યાન રાખીને કામ કરવું જોઈએ.
ન્યાયમૂર્તી એસકે કૌલ અને એમએમ સુંદરેશની ખંડપીઠે આ ટિપ્પણી પશ્ચિમ બંગાલમાં અમુક આર્ટિકલના પ્રકાશનને લઈને એક સમાચાર વેબ પોર્ટલના સંપાદકો અને અન્ય વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને રદ કરતા કરી હતી. પીઠે કહ્યું કે, પોતાની વિવિધતા પર ગર્વ કરનારા આપણા દેશમાં અલગ અલગ વિચારો અને અલગ અલગ મત હોવો સ્વાભાવિક છે. તેમાં રાજકીય વિચારો પણ શામેલ છે. આ લોકતંત્રનું મૂળ છે.
ટિવટર યુગમાં પત્રકારોની જવાબદારી વધી છે. પીઠે કહ્યું કે, રાજ્ય બળનો ઉપયોગ કોઈ પણ રાજનૈતિક વિચારનું દમન કરવા અથવા કોઈ પત્રકારને તે વસ્તુ માટે દબાવવા માટે બિલ્કુલ કરવો જોઈએ નહીં, જે પહેલાથી જ સાર્વજિક ક્ષેત્રમાં છે. તેનો અર્થ એવો જરાંયે નથી કે, તેનાથી પત્રકારોની જવાબદારી ઓછી થઈ જોય છે. ટિવટરના આ જમાનામાં પત્રકારોની જવાબદારીઓ ખૂબ વધી છે.
પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દવેએ પીઠને જણાવ્યું છે કે, સરકારે ઓપઈંડિયા ડોટ કોમ નામના સમાચાર પોર્ટલના સંપાદક અને અન્ય વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ પાછી લેવાનો નિર્ણય કર્યો છે. આ એફઆઈઆર નુપૂર શર્મા, અજીત ભારતી અને અન્ય વિરુદ્ધ નોંધાઈ હતી. આ અગાઉ કોર્ટે બંગાળમાં નોંધાયેલ એક નવી ફરિયાદ પર આગળની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.
ટેલીનીપારા રમખાણો સાથે જોડાયેલું કંટેટ આ વેબ પોર્ટલ પર પ્રકાશિત કરવામાં આવ્યું હતું. નૂપૂર શર્મા, અરજી ભારતી અને અન્ય તરફથી ફરિયાદને પડકારતી મુખ્ય અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, પશ્ચિમ બંગાળ સરકાર અને સત્તાવાદી કલકત્તા પોલીસ પત્રકારોને ડરાવવા માટે થઈને એફઆઈઆર અને પોલીસ બળનો ખોટો ઉપયોગ કરી રહી છે.