રાજય સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટના માધ્યમથી સરકારી હોસ્પિટલ કે માર્ગ બનતા હોય છે ત્યારે સરકારી કામમાં રાજકીય નેતાઓનું સન્માન થતું હોવાથી આ કાર્ય બદલ ડો. ભરત કાનાબારે ઝાટકણી કાઢી હતી. ડો. ભરત કાનાબારે ફરી એકવાર ટ્‌વીટરના માધ્યમથી જણાવ્યું છે કે સરકારી તિજારીમાંથી બનાવેલ રોડ, હોસ્પિટલ કે સ્કૂલ માટે રાજકીય નેતાઓનું સન્માન કરવું એ બેન્કના એટીએમને બિરદાવવા બરાબર છે. જે આપણે બેન્કમાં મુકેલા પૈસા જ આપણને પાછા આપે છે. ડો. કાનાબારે આ ટ્‌વીટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત દિગ્ગજ નેતાઓને ટેગ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડો.કાનાબાર પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ છે પરંતુ અનેકવાર સરકારની અથવા તો ભાજપ આગેવાનોની નીતિ રીતિનો વિરોધ કર્યો છે.