બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલા સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ પરિવારવાદને ખતરનાક પરિબળ ગણાવ્યું.લોકશાહી અને બંધારણ જેવા મહત્વના પ્રશ્નોનો ઉલ્લેખ કરતી વખતે પરિવારવાદ વાળી
વાત કહી તેમણે એક સાથે અનેક નિશાન ટાંક્યા હતા .આવા હેતુ માટેનો તેમનો હેતુ વિપક્ષ પર પ્રહાર કરવા સિવાય બીજો કોઈ નહોતો તે હવે સ્પષ્ટ થયું છે. આ સંજોગોમાં શુક્રવારે આખો દિવસ ટી વી ચેનલો પર આજ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો હતો.

ભારતના રાજકારણ માટે પરિવારવાદ નવો નથી.આગળથી જ ચાલ્યો આવે છે.બધા ગમે તેવી વાતો ભલે કરે પણ કોઈ પક્ષ પરિવારવાદથી મુક્ત નથી.કોંગ્રેસ અને અન્ય પક્ષની જેમ ભાજપમાં પરિવારવાદ છે જ નહીં તેવું કોઈ કહી શકે તેમ નથી.

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ બાદ તેમના પુત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી દેશનું વડાપ્રધાનપદ શોભાવી ચુક્યા છે. જ્યારે શ્રીમતી સોનિયા ગાંધી હાલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.રાહુલ ગાંધી અગાઉ અધ્યક્ષ રહી ચૂક્યા છે.જ્યારે રાજીવ સોનિયાના પુત્રી પ્રિયંકા ગાંધી કોંગ્રેસના મહા સચિવ છે.

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રો મણીબેન પટેલ પણ સંસદસભ્ય બન્યા હતા.જ્યારે સરદાર સાહેબના પુત્રવધુ ભાનુબેન પટેલ ૧૯૬૨માં ચૂંટણી લડ્યા હતા.૧૩ દિવસ માટે વડાપ્રધાન બનેલા ચૌધરી ચરણ સિંઘના પુત્ર અજીતસિંહ એનડી એ અને યુપીએ એ બન્ને જોડાણના ઘટક સભ્ય તરીકે વારા ફરતી પ્રધાન બની ચુક્યા છે.જ્યારે તેમના પુત્ર જયંત ચૌધરી હાલ તેમના પક્ષના અધ્યક્ષ છે.આપણા ત્રીજા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સ્વ.સંજય ગાંધી પણ સાંસદ હતા.જ્યારે તેમના પત્ની મેનકા ગાંધી અને તેના પુત્ર વરૂણ ગાંધી હાલ ઉત્તરપ્રદેશ માંથી ચૂંટાયેલા ભજપના સાંસદ છે.જ્યારે મેનકા ગાંધીએ તો પ્રધાન પદુ પણ ભોગવ્યું છે.

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુલાયમસિંહ યાદવના પુત્ર અખિલેશ યાદવ પાંચ વર્ષ સુધી યુ પીના મુખ્યમંત્રી હતા હતા.જ્યારે તેમના ડિમ્પલ યાદવ સાંસદ હતા.જ્યારે મુલાયમના ભાઈ શિવપાલ યાદવ પણ ધારાસભ્ય હતા. અન્ય સભ્યો પણ રાજકારણમાં છે.

બિહારમાં પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ બાદ તેમના પત્ની રાબડીદેવી મુખ્યમંત્રી રહી હતા.જ્યારે મોટા પુત્ર તેજસ્વી યાદવ વિપક્ષના નેતા છે.તો તેજ પ્રતાપ પણ ધારાસભ્ય છે.જ્યારે લાલુપ્રસાદ ના મોટા પુત્રી મિસાભારતી રાજ્ય સભાના સભ્ય છે.

ઓરિસ્સામાં બીજું પટનાયક અને નવીન પટનાયક, તામિલનાડુમાં કરુણાનિધિ અને તેના પુત્ર સ્ટાલિન,આંધ્રમાં એન ટી રામારાવ અને તેના જમાઈ ચંદ્રાબાબુ નાયડુ,રાજ શેખર રેડ્ડી અને તેના પુત્ર જગનમોહન રેડ્ડી, કર્ણાટકમાં દેવગોડા અને તેના પુત્ર કુમારસ્વામી તેમજ હાલના મુખ્ય મંત્રી બોંમાઈના પિતા પણ આજ રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.મધ્યપ્રદેશમાં શ્યામાચરણ શુક્લ વિદ્યાચરણ શુકલનો પણ આમાં સમાવેશ થાય છે. મધ્યપ્રદેશના સિંધિયા પરિવારની વાત કરીએ તો વિજયારાજે સિંધિયા ,તેમના પુત્ર માધવરાવ સિંધિયા ,તેમના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા.વસુંધરા રાજે અને તેમના પુત્ર તેમજ યશોધરા રાજે આજ પરિવારના ગણી શકાય.આ પરિવારમાં હાલ ભાજપ છે પણ ભૂતકાળમાં કોંગ્રેસ પણ હતી.

મહારાષ્ટ્રમાં શંકરરાવ ચૌહાણ અને અશોક ચૌહાણ મુખ્યમંત્રી હતા.શિવસેનાના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરે તેમના પુત્ર ઉદ્ધવ અને પૌત્ર આદિત્ય ઠાકરે ઉપરાંત ભત્રીજા રાજ ઠાકરે પણ રાજકારણમાં છે.એન સી પીના સુપ્રીમો શરદ પવાર તો હજી પણ રાજ્ય અને રાષ્ટ્રમાં છવાયેલા છે.તેમની પુત્રી સુપ્રિયા સુલે સાંસદ છે તો ભત્રીજા અજિત પવાર પણ રાજકારણમાં છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મૂંડેના પુત્રી પ્રીતમ મૂંડે સાંસદ છે.તો બીજી પુત્રી પંકજા મૂંડે પણ રાજ્યના પ્રધાન રહી ચૂક્યા છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રમોદ મહાજનના પુત્રી પૂનમ મહાજન પણ હાલ હાલ સંસદસભ્ય છે.પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. સુનિલ દત્તની જેમ તેની પુત્રી પ્રિયા દત્ત પણ સંસદસભ્ય રહી ચૂક્યા છે.

માત્ર મહારાષ્ટ્ર નહિ પણ અન્ય રાજ્યોમાં પણ રાજકારણમાં પરિવાર વાદના એક નહિ પણ અનેક દાખલા છે.આની જો યાદી બનાવવા બેસીએ તો પાનાના પાના ભરાઈ જાય.

ગુજરાતમાં પણ રાજકીય મોરચે પક્ષપલટો છે તેમ પરિવારવાદ પણ છે.૧૯૭૭માં પ્રથમ વખત ગુજરાતનું મુખ્યમંત્રી પદ સંભાળનાર કૉંગ્રેસી નેતા માધવસિંહ સોલંકીના પુત્ર ધારાસભ્ય પણ હતા,સંસદસભ્ય અને કેંન્દ્ર ના પણ પ્રધાન રહી ચૂક્યા છે.એટલું જ નહીં પણ માધવસિંહ સોલંકીના સસરા ઈશ્વરભાઈ ચાવડા આણંદના સંસદસભ્ય તરીકે બે વખત ચૂંટાયા છે.તો તેમના પરિવારના અમિતભાઇ ચાવડા હાલ ધારાસભ્ય પણ છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ છે.ટૂંકમાં સોલંકી પરિવારનો કોંગ્રેસમાં દબદબો છે.પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ગોહિલ પણ ધારાસભ્ય હતા.ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહનું જેમને ઉપનામ મળેલું તે પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપા ના પુત્ર ભરતભાઇ પટેલ ચૂંટણી લડી ચુક્યા છે. ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર ગણાતા ઉપેન્દ્રત્રિવેદી.રાજ્યના રાજયકક્ષાના પ્રધાન પણ હતા.તેમના મોટાભાઇ અને ગુજરાતી રંગભૂમિ, ઢોલીવુડ અને ટી વી શ્રેણી રામાયણમાં રાવણની ભૂમિકાથી નામના મેળવનાર અરવિંદ ત્રિવેદી પણ ભાજપના સાંસદ રહી ચૂક્યા છે.ખ્યાતનામ કલાકાર બેલડી મહેશ અને નરેશ કનોડિયા પૈકીના મહેશ કનોડિયા પાટણના સંસદસભ્ય હતા તો નરેશ કનોડિયા ધારાસભ્ય હતા.બન્ને વર્ષો સુધી ભાજપના સ્ટાર પ્રચારક હતા.આજે આજ પરિવારના હિતુ કનોડિયા ઈડરના ધારાસભ્ય છે.

સૌરાષ્ટ્રના કદાવર ખેડૂત આગેવાન તેમજ ધારાસભ્ય અને સંસદસભ્ય રહી ચૂકેલા વિઠલ ભાઈ રાદડીયા ના પુત્ર જયેશભાઇ રાદડિયા હાલ ભાજપ નસ ધારાસભ્ય છે.તેમણે ગુજરાતના પ્રધાન તરીકે પણ કામગીરી સંભાળી હતી. પોતાના પિતા વિઠલ ભાઈનો સહકારી ક્ષેત્રનો વારસો જાળવતા હોય તેમ રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના પણ ચેરમેન છે.
જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના અગ્રણી અને અને ભાજપના મોવડી સવજી ભાઈ કોરાટ કેશુબાપાના પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના પ્રધાન હતા.તો તેમના પત્ની જશુબેન કોરાટ પણ રાજયકક્ષાના પ્રધાન રહી ચૂક્યા છે.તેમનો પુત્ર પ્રશાંત કોરાટ ભાજપની સંગઠન પાંખમાં છે.ગુજરાતનાકોળી સમાજના કદાવર નેતા પરસોત્તમભાઈ સોલંકી હમણાં સુધી રાજ્યના રાજયકક્ષાના પ્રધાન હમણાં સુધી હતા.જ્યારે તેમના ભાઈ હીરાભાઈ સોલંકી ધારાસભ્ય પણ હતા અને અમુક સમય સુધી સંસદીય સચિવ પણ હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્ની નિશાબેન પણ સાંસદ હતા.પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર તુષાર ચૌધરી પણ સંસદસભ્ય હતા.ગુજરાત વિધાનસભાન પૂર્વ સ્પીકર અને મંત્રી અશોકભાઈ ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટ હાલ ભાજપના ધારાસભ્ય પણ હતા.ગોધરાના પૂર્વ સાંસદ જયદીપસિંહ બારીયાના પુત્રી ઉર્વશીદેવી રાજ્યના ધારાસભ્ય પણ હતા અને પ્રધાનપદ પણ ભોગવી ચુક્યા છે.ગુજરાતમાં પણ પરિવારવાદ પણ પહેલેથી છે.આ તો કેટલાક નામો આપ્યા છે.પણ તેનું લિસ્ટ ઘણું લાબું છે.

આ પરિવારવાદ માત્ર કોંગ્રેસમાં છે હતો એવું નથી ભાજપમાં પણ પરિવાર વાદ છેજ.બહુજન સમાજ પાર્ટીમાં માયાવતી પોતાનો વારસ તરીકે પોતાના ભાઈને તૈયાર કરે છે. જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ પોતાના ભત્રીજા અભિષેકને મહામંત્રી અને સંસદસભ્ય બનાવી દીધા છે.ભલે વડાપ્રધાન ગમે તેવો દાવો કરતા હોય પણ ભાજપમાં પણ પરિવારવાદ વધુ વકરી રહયો છે તે પણ હકીકત છે.જો કે કોંગ્રેસના પ્રમાણમાં આ પરિવારવાદ થોડો ઓછો છે.જ્યારે ઉપર જણાવી ગયા તે પ્રમાણે રાજકારણમાં પરિવારવાદ લગભગ અત્ર તત્ર સર્વત્ર છે.કોઈ ભલે ગમે તેવો દાવો કરે પણ રાજકારણ માં દાગી એટલે કે ભ્રષ્ટાચારી અને દાગી ની જેમ પરિવારવાદ પણ એક અનિવાર્ય અનિષ્ટ જેવું છે.જે વાતનો કોઈ ઇન્કાર કરી શકે તેમ નથી.