ખોડલધામના નરેશ પટેલના રાજનીતિમાં આવવાના અેંધાણ આપતા ખળભળાટ મચ્યો છે. ખોડલધામ નરેશ પટેલે આજે એક મહ¥વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, મેં મારો પ્રવાસ લેઉવા પટેલ સમાજનું પ્રભુત્વ છે તેવા તાલુકાઓમાં શરૂ કર્યો છે. અને સૌરાષ્ટ્રભરના તમામ તાલુકાઓ હવે પુરા થવામાં છે. આગામી ૧૫ તારીખથી મારો પ્રવાસ ગુજરાતભરમાં શરૂ થવાનો છે.
ખોડલધામ નરેશન પટેલે જણાવ્યું છે કે, અત્યારે મેં કોઈ જ રાજનીતિમાં જવાનું વિચાર્યું નથી. પરંતુ હા… રાજકારણમાં જવું કે ન જવું એ મારો સમાજ નક્કી કરશે. સમાજનો બહોળો વર્ગ કહેશે તો મારી પાસે કોઈ વિકલ્પ રહેશે નહી અને મારે રાજનીતિમાં જોડાવું પડશે. હવે આગામી સમય નક્કી કરશે મારે આગળ શું કરવાનું છે. સમય આવશે અને સમાજ આદેશ કરશે તો મારે વિચારવું ચોક્ક વિચારવું પડશે.
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જે શબ્દોથી મને જગદીશભાઈએ મને નવાજ્યો છે, તેમનો આભાર માનું છું. રાજકારણમાં જવું કે ન જવું તે મારો સમાજ નક્કી કરશે. અત્યારે રાજકારણમાં જવાનો મારો કોઈ વિચાર નથી. મને સમાજ આદેશ કરશે તેમ આગળનો નિર્ણય થશે. સમાજ મને મોટા પાયે આદેશ કરશે તો મારી પાસે કોઈ વિકલ્પ નથી અને મારે રાજકારણમાં આવવું પડશે.
ખોડલધામ અત્યાર સુધી બેલેન્સ કરીને વાતચીત કરતી આવી છે. તમે જોતા હશો કે ઘણી બધી સંસ્થા એક તરફી રહીને કામ કરતી રહે છે, પરંતુ ખોડલધામ સંસ્થાએ હંમેશાં ભાજપના નેતા આવે, કોંગ્રેસના નેતા આવે કે આપના નેતા આવે દરેકને સરખી રીતે માન આપ્યું છે.