વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ખભા પર હાથ રાખીને ચાલતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ગંભીર ચર્ચા થઈ હતી. આ તસવીરો ખુદ મુખ્યમંત્રી યોગીએ શેર કરી છે. આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કાવ્યાત્મક શૈલીમાં આ અંગે કટાક્ષ કરી નિશાન સાધ્યું છે. અખિલેશે કહ્યું – કમને રાખ્યો છે સાથે ખભા પર હાથ સપા પ્રમુખ અખિલેશ યાદવે ટ્‌વીટ કરીને કહ્યું કે, દુનિયાને દેખાડવા માટે, રાજકારણમાં ક્યારેક આવું પણ કરવું પડે છે. કમને ખભા પર હાથ મૂકીને, પણ તમારે થોડા ડગલાં સાથે ચાલવું પડે છે.
સીએમ યોગીએ રવિવારના રોજ (૨૧ ઓક્ટોબર)વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટિવટર પર તસવીર શેર કરીને એક કવિતા પણ પોસ્ટ કરી હતી. સીએમ યોગીએ લખ્યું, “અમે એક પ્રણ લઈને નીકળ્યા પડ્યા છીએ,આપણા તન અને મનને સમર્પિત કરીને, એક સૂર્યોદય કરવાની, અંબરથી ઊંચે જવાની, જીદ છે એક નવું ભારત બનાવવાની.” ટિવટર પર સીએમ યોગીની આ તસવીરપર માત્ર એક કલાકમાં ૩૩ હજોરથી વધુ લાઈક્સ અને ૧૦ હજોરથી વધુ રીટ્‌વીટ કરવામાં આવ્યા છે.