રાખી સાવંત બિગ બોસ ૧૫ના ઘરમાં આવવા માટે તૈયાર છે અને આ વખતે તે તેના પતિ રિતેશ સાથે આવવાની છે. ૨૦૧૯માં લગ્ન થયા ત્યારથી આજ સુધી રાખી સાથે લગ્ન કરનારો રિતેશ આખરે કોણ છે તે આજ સુધી જોણવા મળ્યું નથી. તેનો ચહેરો પણ જોવા મળ્યો નથી. બિગ બોસ ૧૫ના મેકર્સે પ્રોમો શેર કર્યો છે, જેમાં રિતેશની ઝલક જોવા મળી રહી છે. વીડિયોની શરૂઆત બિગ બોસ ૧૪ દરમિયાનની ક્લિપથી થાય છે, જેમા મીડિયા કોન્ફરન્સ દરમિયાન એક મીડિયાકર્મી રાખી સાવંતને તેના પતિ વિશે પૂછતી જોવા મળી રહી છે. આ વાતથી તે થોડી ઉદાસ થઈ જોય છે અને રડતા-રડતા તેનો પતિ ક્યારેય સામે આવે તેવી ઈચ્છા વ્યક્ત કરે છે. બાદમાં તે બધાને કહે છે કે, રાહ હવે ખતમ થઈ ગઈ છે અને તે બિગ બોસ ૧૫ના ઘરમાં રિતેશ સાથે એન્ટ્રી લેવાની છે. પ્રોમોમાં રાખી સાવંત રિતેશને પૂછે છે કે, શું તે તેની સાથે ઘરમાં જશે? જેના જવાબમાં રિતેશ કહે છે ‘જરૂર’. જો કે વીડિયોમાં રિતેશનો ચહેરો જોવા મળી રહ્યો નથી. તે બ્લેક કલરની સૂટમાં રાખી તરફ મોં રાખીને ખુરશીમાં બેઠેલો છે. રાખી સાવંત બિગ બોસ ૧૪ના ઘરમાં પણ ગઈ હતી અને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું હતું. તે આ દરમિયાન રુબીના દિલૈકના પતિ અભિનવ શુક્લ સાથે ફ્લ‹ટગ કરતા ચર્ચામાં રહી હતી, તો ઘણીવાર પતિ સાથેના સંબંધ વિશે વાત કરતી પણ દેખાઈ હતી. શોમાં તેણે રિતેશ, તેના લગ્નજીવનની મુશ્કેલીઓ તેમજ બાળકો વિશે વાત કરી હતી. કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે, તેણે લગ્ન કર્યા નથી અને આ બધું પબ્લિસિટી માટે કરી રહી છે. હવે પ્રોમોમાં પણ જે રિતેશને દેખાડવામાં આવ્યો છે તે સાચેમાં તે જ છે કે બીજું કોઈ તેની જોણ બંનેની એન્ટ્રી બાદ જ થશે.