ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકાર તથા ઉત્તર પ્રદેશમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવ્યો છે કે સરકાર તેની હત્યા કરાવવા ઈચ્છે છે.મેરઠ જિલ્લાના જંગેઠી ગામના ધર્મેશ્વરી ફાર્મ પર ભારતીય કિસાન યુનિયનની એક સમીક્ષા સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે, જે રીતે મહાત્મા ગાંધીની ષડયંત્રકારીઓ દ્વારા ગોળી મારી હત્યા કરાવવામાં આવી હતી, તેવી જ રીતે આજે પણ દેશ તથા દેશના ખેડૂતોની અવાજ ઉઠાવનારા ષડયંત્રકારીઓના નિશાના પર છે.
તેમણે કહ્યું હતું કે, જા કોઈ એક ટિકૈત પર કોઈ આંચ પણ આવશે તો દેશમાં યુનિયનના ઈન્ક્‌લાબ ઝંડાને ઉઠાવવા માટે લાખો ટિકૈત તૈયાર છે. કર્ણાટકમાં પોતાની પર થયેલા હુમલાને સમજી વિચારીને કરવામાં આવેલા ષડયંત્ર કહેતા ટિકૈતે કહ્યું કે સરકાર તેની હત્યા કરાવવા ઈચ્છે છે. સાથે સાથે તેના સંગઠનને પણ તોડવા માગે છે, પરંતુ આવું કંશું જ થવાનું નથી. કેન્દ્ર સરકાર પર નિશાનો સાધતા ટિકૈતે કહ્યું હતું કે, સરકાર દ્વારા આપણા યુનિયનની એકતાને ભંગ કરવાની સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ યુનિયનની એકતાના કારણે તે સતત નિષ્ફળ થતી આવી છે.
ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાનો સાધતા ટિકૈતે કહ્યું હતું કે સરકારે ખેડૂતનો સાથે વાતચીત કરી તેમની સમસ્યાનો ઉકેલ લાવવો જાઈએ. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી આખા રાજ્યના મુખ્યમંત્રી હોય છે ન કે માત્ર પોતાની પાર્ટીનો. આથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને કોઈ પણ ભેદભાવ વગરે ખેડૂતો સાથે બેસીને તેમની સમસ્યાને સાંભળીને તેનો ઉકેલ લાવવો જાઈએ. ભારતીય કિસાન યુનિયનનું નવું સંગઠન ટૂંક સમયમાં દેશમાં ખેડૂતોના હકના અવાજને બૂલંદ કરશે. યુનિયન અરાજનૈતિક સરકાર સુનો અભિયાન શરૂ કરશે.
પહેલા સરકારોને મળીને ખેડૂતોની સમસ્યાથી અવગત કરાવશે. એટલું જ નહીં જે રાજ્યની સરકાર ખેડૂતોની આ સમસ્યાઓને નજરઅંદાજ કરશે, તે રાજ્યમાં મોટા પાયે આંદોલન કરવામાં આવશે. આ સિવાય જાન્યુઆરી ૨૦૨૩મા પ્રયાગરાજમાં થનારા કિસાન કુંભથી તેની શરૂઆત કરવામાં આવશે. ત્યાં સુધીમાં આખા દેશમાં જગ્યાએ જગ્યાએ સંગઠન ઊભા કરી દેવામાં આવશે. પશ્ચિમ યુપીના મરેઠ અને સહારનપુર મંડળથી સંગઠન ગઠનનું શ્રીગણેશ એક અઠવાડિયાની અંદર જ કરી દેવામાં આવશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઈકાઈના અધ્યક્ષની નિમણુક પણ ટૂંક સમયમાં કરી દેવામાં આવશે.