દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેજસ્વી યાદવને ફેમિલી વેકેશન માટે દુબઈ જવાની પરવાનગી આપી છે. તમને જણાવી દઈએ કે તેજસ્વી સીબીઆઈ કેસમાં આરોપી છે. તેજસ્વી યાદવે ૧૮ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર સુધી દુબઈમાં પરિવાર સાથે રજાઓ મનાવવાની પરવાનગી માંગી હતી. સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગણેએ તેને દુબઈ જવાની પરવાનગી આપી છે.
કોર્ટે નિર્દેશ આપ્યો છે કે તેજસ્વી પ્રસાદ યાદવે ૨૫ લાખ રૂપિયાની એફડીઆર પ્રદાન કરવી જાઈએ, જે જા આરોપી આ આદેશની કોઈપણ શરતોનું ઉલ્લંઘન કરશે તો ભારત સરકારની તરફેણમાં જપ્ત કરવામાં આવશે. કોર્ટે તેજસ્વીને દુબઈમાં તેમના રોકાણની વિગતો સહિતની તેમની મુસાફરી વિશે કોર્ટને જાણ કરવા અને વિદેશ પ્રવાસ પહેલા દુબઈમાં આ સમયગાળા દરમિયાન ઉપયોગ કરેલા નંબરને રેકોર્ડમાં મૂકવાનો પણ નિર્દેશ આપ્યો છે. તેઓએ એક મોબાઈલ નંબર પણ આપવો પડશે જેના પર આ સમયગાળા દરમિયાન તેમનો સંપર્ક કરી શકાય.
તેમણે ભારત પરત ફર્યાના ૪૮ કલાકની અંદર તેના પરત આવવા અંગે કોર્ટને જાણ કરવી પડશે અને પછી તેનો પાસપોર્ટ પણ સરેન્ડર કરવો પડશે. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું કે તે વિદેશ પ્રવાસનો સમય વધારવાની વિનંતી કરી શકે નહીં. સીબીઆઈએ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સીબીઆઈએ દલીલ કરી હતી કે ભ્રષ્ટાચાર નિવારણ (પીસી) અધિનિયમની કલમ ૧૩(૨) હેઠળ ૧૩(૧)(ડી) સાથે વાંચવામાં આવેલા તેજસ્વી અને અન્ય આરોપીઓ સામેના આરોપો ગંભીર છે.
વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગણેએ ૯ સપ્ટેમ્બરના રોજ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે, “આરોપોની ગંભીરતા પોતે જ જામીન પર છૂટેલા આરોપીને વિદેશ પ્રવાસ પર રોક લગાવવાનું કારણ નથી.” કોર્ટે સીબીઆઈની દલીલને ફગાવી દીધી અને કહ્યું કે એ નોંધવું જાઈએ કે મુસાફરી કરવાનો અધિકાર એ આરોપી સહિત કોઈપણ વ્યક્તિનો જન્મજાત અધિકાર છે.
કોર્ટે કહ્યું કે સીબીઆઈના વ્યાપક વાંધામાં તેને કોઈ તથ્ય મળતું નથી કે જા અરજી સ્વીકારવામાં આવે તો ન્યાયનો છેડો હારશે. વધુમાં કોર્ટે જણાવ્યું હતું કે, ‘અગાઉની વિદેશ યાત્રાના સંદર્ભમાં શરત લાદવામાં આવી હતી, તેથી અરજદારે વિદેશ પ્રવાસ કરતા પહેલા તેના પ્રવાસના કાર્યક્રમ અને તેના વિદેશમાં રોકાણની વિગતોની જાણ કરવાની અપેક્ષા રાખી શકાય છે.’