વડિયા તાલુકાના રાંદલના દડવા ગામે સિંહે ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગામના એક પશુપાલક પોતાના ઢોર ચરાવવા ગયા હતા ત્યારે સવારે ૧૧ વાગ્યે એક ગાય ધણથી અલગ પડી ગઇ હતી ત્યારે અચાનક જ આવી ચડેલા સિંહ પરિવારે ગાયનું મારણ કર્યું હતું. ગત મોડીરાત્રે ઇશ્વરીયામાં પણ સિંહ પરિવારના આંટાફેરા જાવા મળ્યા હતા. આ રીતે છેલ્લા એકાદ માસથી સિંહોના આંટાફેરા અને પશુઓનું મારણ યથાવત રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.