અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીની અધ્યક્ષતામાં રાંદલના દડવા ખાતે મહિલા સહકારી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અમરવેલી નાગરીક શરાફી સહકારી મંડળી લી.નાં અધ્યક્ષ રેખાબેન માવદીયા, એકતા મહિલા શરાફી સહકારી મંડળી લી.ના અધ્યક્ષ રંજનબેન ડાભી, રાંદલ દડવા મહિલા દૂધ સહકારી મંડળીના પ્રમુખ વેલજીભાઇ ખૂંટ, મંત્રી વર્ષાબેન ખૂંટ, મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના અધિકારી ડો.રાકેશભાઇ ડેલુ, દેવળીયા મધ્યસ્થ બ્રાંચના મેનેજર એ.એસ.ગોલ, અમરેલી જિલ્લા સહકારી સંઘના મેનેજર ભાર્ગવભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતાં. મનીષ સંઘાણીઅસહકારી મંડળી દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિના માધ્યમથી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે હાંકલ કરી હતી.
તેમજ મહિલાઓને લગતી સહકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંદિપભાઇ ઠાકર અને પુજા પંડયાએ જહેમત ઉઠાવી હતી.