રાંઢીયા ગામે દારૂની ખાલી કોથળીઓ નાંખવા મુદ્દે બે પક્ષોમાં બબાલ થઈ હતી. જેને લઈ વિપુલભાઇ કનુભાઇ કુંભાર (ઉવ.૨૬)એ નરેશભાઇ ઉર્ફે ભકો જીવાભાઇ સોલંકી, મણીબેન જીવાભાઇ સોલંકી તથા કાજલબેન નરેશભાઇ ઉર્ફે ભકો સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના ઘર પાસે નરેશભાઈ દારૂની ખાલી કોથળીઓ નાખતા હોવાથી તે બાબતે ઠપકો આપતા સારું નહોતું લાગ્યું. આરોપીએ આવી તેમને તથા તેના બાને ગાળો આપી છુટા પથ્થરના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ મણીબેન જીવાભાઇ સોલંકી (ઉ.વ.૫૦)એ વિપુલભાઈ કનુભાઈ કુંભાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની પુત્રવધુ કાજલબેનને બાજુમાં આરોપી સાથે બોલાચાલી થઈ હતી. જેથી તેમણે વહુને પુછતા કહ્યું કે તેઓ મારી સામે દાંત કાઢે છે. જે બાબતે ઠપકો આપતા તેમને ગાળો આપી લાકડીનો એક ઘા માર્યો હતો. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ આર.એન.માલકિયા બંને કેસની તપાસ કરી રહ્યા છે.