ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વ હેઠળના શાસક ગઠબંધન પર રાજ્યને રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે ‘ધર્મશાળા’માં ફેરવવાનો આરોપ મૂક્યો હતો. આદિત્યનાથે કહ્યું કે ઝારખંડમાં માફિયાઓ, પથ્થરબાજા અને અરાજકતા ફેલાવનારા અને તહેવારોમાં ભંગાણ સર્જનારાઓ સાથે ‘ડીલ’ કરવા માટે ‘ડબલ એન્જીન’ સરકારની જરૂર છે. ગઢવાના ભવનાથપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા, તેમણે દાવો કર્યો, “ઝારખંડ રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે ‘ધર્મશાળા’માં ફેરવાઈ ગયું છે, જેમને અરાજકતા ફેલાવવા માટે મુક્ત હાથ આપવામાં આવ્યો છે.”
તેમણે લોકોને એકજૂટ રહેવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે જા તેઓ વિભાજિત થશે તો તેઓ બરબાદ થઈ જશે. તેણે કહ્યું, ‘જા આપણે ભાગ પાડીશું તો કપાઈ જઈશું. જા આપણે એકજૂટ રહીશું તો સુરક્ષિત રહીશું.’ સોરેન પરિવાર, લાલુ પ્રસાદના પરિવાર અને ગાંધી પરિવાર તરફ ઈશારો કરીને તેમણે આરોપ લગાવ્યો કે રાંચી, પટના અને દિલ્હીના ત્રણ પરિવારો પોતાના વિકાસ માટે લૂંટ અને ભ્રષ્ટાચારમાં લિપ્ત છે.
આદિત્યનાથે આરોપ લગાવ્યો કે,જેએમએમના નેતૃત્વ હેઠળના શાસનમાં કુદરતી સંપત્તિ લૂંટાઈ રહી છે, કામદારોને ઝારખંડમાંથી હિજરત કરવાની ફરજ પડી છે અને ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.’ તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશની જેમ ઝારખંડમાં પણ ‘ડબલ એન્જીન’ સરકારની જરૂર છે જે ‘પથ્થરબાજા અને માફિયાઓને યમરાજના ઘરે ટિકિટ આપે’. તેમણે આરોપ લગાવ્યો કે, ‘ઝારખંડમાં જેએમએમના નેતૃત્વ હેઠળ લોકોને શાંતિપૂર્ણ રીતે તહેવારો ઉજવવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.’
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપ ‘એકમાત્ર’ પક્ષ છે જે દેશની સુરક્ષા અને ગૌરવ, મહિલા સશક્તિકરણ અને યુવાનોને રોજગારની ખાતરી આપી શકે છે. ૮૧ સભ્યોની ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે ૧૩ અને ૨૦ નવેમ્બરે મતદાન થવાનું છે, જ્યારે મત ગણતરી ૨૩ નવેમ્બરે થશે.