અવાર-નવાર વિવાદમાં રહેતી બસ ફરી એકવાર ચર્ચામાં આવી છે.એએમટીએસ બસે ૬૮ વર્ષીય વૃદ્ધા માટે કાળ બની હતી. રસ્તો ઓળંગતી વૃદ્ધાને બસે ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ઠક્કરનગર ચાર રસ્તા પાસે એએમટીએસ બસચાલકે વૃદ્ધાને અડફેટે લીધી હતી. ૬૮ વર્ષીય વૃદ્ધા રસ્તો ઓળંગી રહેલી વૃદ્ધાને બસ ચાલકે ટક્કર મારી હતી. ટક્કર એટલી જારદાર હતી કે, વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જાકે, અકસ્માત બાદ બસ ચાલકે તુરંત બસને સાઇડમાં રોકી દીધી હતી. બાદમાં ડ્રાઇવરે પોતે જ પોલીસને ફોન કરીને સમગ્ર માહિતી આપી હતી.
અકસ્માતની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધ્યો છે. પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ સિવાય આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. જાકે, હજુ સુધી મૃતક વૃદ્ધાની ઓળખ થઈ શકી નથી.