કોડીનાર તા.૨૧
કોડીનાર તાલુકાના મિતિયાજથી દેવળી ગામને જોડતા રસ્તાને મુખ્યમંત્રી ગ્રામ
સડક યોજના હેઠળ મંજૂર થયેલું કામ શરૂ થયા પછી કોન્ટ્રાક્ટરે અચાનક રસ્તાનું કામ બંધ કરી દેતા આ વિસ્તારના ખેડૂતોને પારાવાર મુશ્કેલી ઉભી થઈ છે. આ રોડ ઉપર ૧૫૦થી વધુ ખેડૂતોની જમીન આવેલી છે અને ચોમાસું માથે છે ત્યારે જો તાત્કાલિક રસ્તો ન બને તો ખેડૂતોને જમીન ધોવાણ થઈ જવા ઉપરાંત અનેક પ્રકારનું નુકસાન થાય તેમ છે. આ વિસ્તારના ખેડૂતો દ્વારા તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં રોડનું કામ ચાલુ કરવા માટે કોઈ નક્કર કામગીરી નહીં કરતા તંત્ર દ્વારા જો તાકીદે કોઈ યોગ્ય પગલાં નહીં લેવાય તો મિતિયાજ ગામના જયસિંહભાઈ અરજણભાઈ બારડ નામના ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી છે.