ફીફાદ ગામના અરજદારનો મોબાઈલ ગુમ થઈ જતા વંડા પોલીસે તેને શોધીને મૂળ માલિકને પરત કર્યો હતો. મળતી માહિતી મુજબ વંડા પીએસઆઈ કે.એમ.મોરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વંડા પોલીસ ટીમ આ ખોવાયલ ફોન શોધવામાં લાગી ગઈ હતી. અરજદાર ગારિયાધારથી ફીફાદ ગામે આવતા હોય ત્યારે ફીફાદ ગામ પાસે રસ્તામાં પોતાનો મોબાઇલ પડી ગયેલ હોય જેની જાણ વંડા પોલીસ સ્ટેશન ખાતે કરી હતી. અરજદારની રજૂઆત આધારે વંડા પોલીસ ટીમે હ્યુમન સોર્સ તથા સી.સી.ટી.વી. કેમેરાની મદદથી મોબાઇલ શોધી કાઢી અરજદારને પરત સોંપ્યો હતો. આ કામગીરી વંડા પોલીસના પીએસઆઈ કે.એમ.મોરીનાં માર્ગદર્શન નીચે હેડ કોન્સ. સી.એમ.ડાભી તથા હેડ.કોન્સ. ડી.બી. નિમાવત તથા હેડ.કોન્સ. એમ.વાય.જાડેજા તથા પો.કોન્સ. યુવરાજસિંહ ગોહીલ દ્વારા કરવામાં આવી હતી.