રશિયા-યુક્રેન યુદ્ધવિરામ વાટાઘાટોમાં વિલંબ પર અમેરિકાના રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે રશિયા કે યુક્રેન, કોઈપણ દેશ યુદ્ધવિરામનું સમર્થન કરી રહ્યો નથી. તેથી તેનું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ટ્રમ્પે કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેની વાતચીત હવે એવા તબક્કામાં પહોંચી ગઈ છે જ્યાં કેટલાક નિષ્કર્ષ પર પહોંચવું જાઈએ, પરંતુ કોઈ પણ દેશ યુદ્ધ સમાપ્ત કરવાના તેમના (ટ્રમ્પ) પ્રયાસોને સમર્થન આપી રહ્યો નથી.
તમને જણાવી દઈએ કે ટ્રમ્પે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ચેતવણી આપી હતી કે જા આગામી દિવસોમાં રશિયા અને યુક્રેન વચ્ચેની વાતચીતમાં કોઈ પ્રગતિ નહીં થાય, તો અમેરિકા બંને દેશો વચ્ચે શાંતિ કરાર કરવાના પ્રયાસો છોડીને આગળ વધી શકે છે, કારણ કે ઘણા મહિનાઓથી પ્રયાસ કરવા છતાં, અત્યાર સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
“જા કોઈ પણ કારણોસર કોઈ એક પક્ષ તેને ખૂબ મુશ્કેલ બનાવે છે, તો અમે કહીશું કે તમે મૂર્ખ છો, અને પછી અમે તેને છોડી દઈશું,” રાષ્ટÙપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું. શું રશિયન રાષ્ટÙપતિ વ્લાદિમીર પુતિન વાટાઘાટોમાં વિલંબ કરી રહ્યા છે તે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું, “મને એવું નથી લાગતું.” પરંતુ બંને પક્ષો દ્વારા યુદ્ધવિરામને સમર્થન આપવામાં આવી રહ્યું નથી.