રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ગંભીર વળાંક લીધો છે, જ્યાં યુક્રેનના સંરક્ષણ પ્રધાન રૂસ્તમ ઉમેરોવે દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાના સૈનિકોએ પ્રથમ વખત રશિયન સેના વતી લડાઈમાં ભાગ લીધો છે.
કિવમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે ૪ નવેમ્બરે ઉત્તર કોરિયાના સૈનિકોના નાના જૂથ પર હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેનના સંરક્ષણ પ્રધાને દક્ષિણ કોરિયાના પ્રસારણકર્તા કેબીએસને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ ઘટના રશિયાના કુર્સ્ક પ્રદેશમાં બની હતી, જ્યાં તાજેતરના મહિનાઓમાં યુક્રેનિયન સૈનિકોએ નિયંત્રણ સ્થાપિત કર્યું હતું. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર કુર્સ્ક બોર્ડર એરિયામાં લગભગ ૧૧,૦૦૦ નોર્થ કોરિયાના સૈનિકો હાજર છે, જેને રશિયાના સમર્થન માટે તૈનાત કરવામાં આવ્યા છે.
નિષ્ણાતો માને છે કે જા આ વલણ ચાલુ રહેશે, તો તે યુદ્ધનો વ્યાપ વધારી શકે છે અને સંભવિત રીતે ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ દોરી શકે છે. દક્ષિણ કોરિયા, યુએસ અને નાટોની ગુપ્તચર એજન્સીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને તેમના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર કોરિયાના સૈનિકો રશિયાના યુદ્ધમાં સામેલ હોવાના પુરાવા જાયા છે. જા કે રશિયા અને ઉત્તર કોરિયાએ હજુ સુધી આ તમામ આરોપો પર કોઈ સ્પષ્ટ ટિપ્પણી કરી નથી. આ વિકાસ યુદ્ધની દિશામાં નવો વળાંક લાવી શકે છે, જેની ગંભીરતાને સમજવાની જરૂર છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ આ સંદર્ભમાં કહ્યું કે “ઉત્તર કોરિયા સાથેનું પ્રથમ યુદ્ધ વિશ્વમાં અસ્થિરતાનો નવો અધ્યાય ખોલે છે.” તેમણે ઉત્તર કોરિયા પ્રત્યે પશ્ચિમી દેશોની પ્રતિક્રિયાના અભાવની પણ નિંદા કરી છે. જાકે દક્ષિણ કોરિયાએ સ્પષ્ટતા કરી છે કે તે માનતું નથી કે બંને દેશોની સેનાઓ સામ-સામે લડાઈમાં સામેલ હતી. પરંતુ એક ઘટના જ્યાં ઉત્તર કોરિયાના સૈનિકોને ફ્રન્ટલાઈન નજીક જાવામાં આવ્યા હોય તે પરિસ્થિતિમાં પરિવર્તનનો સંકેત આપી શકે છે.
યુક્રેનના ટોચના કાઉન્ટર-ડિસઇન્ફોર્મેશન અધિકારી એન્ડ્રી કોવાલેન્કોએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે ઉત્તર કોરિયાના પ્રથમ લશ્કરી એકમો કુર્સ્કમાં હુમલા હેઠળ આવ્યા હતા. રુસ્તમ ઉમેરોવે કહ્યું કે ઉત્તર કોરિયાના સૈનિકોની નોંધપાત્ર સંખ્યામાં ભવિષ્યમાં યુદ્ધમાં સામેલ થવાની સંભાવના છે. જો કે, તેમણે એ પણ ધ્યાન દોર્યું કે મોટાભાગના સૈનિકો હાલમાં તાલીમ લઈ રહ્યા છે અને માત્ર થોડી સંખ્યામાં જ લડાઈમાં રોકાયેલા છે. આ સૈનિકો રશિયન યુનિફોર્મ પહેરે છે અને વિવિધ રશિયન લશ્કરી કમાન્ડમાં તૈનાત છે.