યુક્રેન અને રશિયાના યુધ્ધમાં ખરી લડાઇ તો રશિયા અને અમેરિકા જ લડી રહયા છે. યુક્રેન તો માત્ર યુધ્ધનું મેદાન બની ગયું છે. સોવિયત સંઘના જમાનામાં ચાલતા બંને દેશો વચ્ચેના શીતયુધ્ધ પછી ૨૦૨૨માં અમેરિકા અને રશિયા વચ્ચેના સંબધો અત્યંત તણાવભર્યા બન્યા છે. અમેરિકા રશિયા પર અનેક આર્થિક પ્રતિબંધો મુકયા છે એટલું જ નહી પશ્ચિમી દેશોને પણ એમ કરવા પ્રેર્યા છે.
નાટો દેશોએ યુક્રેનને તન,મન અને ધનથી મદદ કરતા રશિયાને બરાબર ટકકર આપી છે. અમેરિકા અને રશિયાની દુશ્મનાવટની અસર યૂરોપિયન એજન્સી અને સંશોધન સંસ્થાઓ પર પણ થઇ રહી છે. જા કે સૌથી માઠા સમાચાર એ છે કે અંતરિક્ષ સંશોધનમાં પણ રશિયા અને અમેરિકા એક બીજાથી છેડો ફાડી રહયા છે. અંતરિક્ષમાંથી બહાર નિકળી જવાનો નિર્ણય લેતા રશિયાએ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન છોડી દેશે એટલું જ નહી આવનારા બે વર્ષમાં તમામ પ્રકારની સ્પેસ ભાગીદારી ખતમ કરી નાખશે.
રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસના ડાયરેકટર જનરલ દિમિત્રી રોગોજિને કહયું કે અમે આ અંગે જાહેરમાં કોઇ વાત કરવા માટે બંધાયેલા નથી.જા કે આઇએસએસ પ્રોજેકટમાં રશિયાની ભાગીદારી કેટલી અવધીમાં ખતમ થશે તે અંગે કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જા કે રશિયા એક વર્ષની નોટિસ આપે તેવી શકયતા છે.
રશિયાએ સ્પેસ ભાગીદારીમાંથી ખસી જવાનો નિર્ણય આર્થિક પ્રતિબંધોની પ્રતિક્રિયા સ્વરુપે લીધો છે પરંતુ રશિયાના અંતરિક્ષ નિષ્ણાતોનું માનવું છે કે રશિયાએ પહેલાથી જ જાણ કરી હતી કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ૨૦૨૪ પછી ભાગીદાર રહેવા ઇચ્છતું નથી.
જયારે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અને પાર્ટનર રશિયા ૨૦૩૦ સુધી સ્પેસ ભાગીદારી જાળવી રાખે તેમ ઇચ્છતા હતા.રોસ્કોસ્મોલના ડાયરેકટર જનરલ દિમિત્રી રોગોજિન રાષ્ટÙપતિ વ્લાદિમેર પુટિનના ખાસ ગણાય છે. રશિયાએ યુક્રેન પર કાર્યવાહી કરી તેના માત્ર એક દિવસ પછી જ રોસ્કોસ્મોસ અને નાસા વચ્ચેની ભાગીદારી તોડી નાખવાની ધમકી આપી હતી. એ સમયે અમેરિકા રશિયા પર આર્થિક પ્રતિબંધો મુકવાની કાર્યવાહીની તૈયારી કરી રહયું હતું.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશ્વના કેટલાક મોંઘા પ્રોજેકટસમાંનો એક છે જેને ૧૯૯૮માં લોંચ કરવામાં આવ્યો હતો.આ મિશન ૧૫ વર્ષ માટે હતું પરંતુ જરુરીયાત મુજબ એક્સટેન કરવામાં આવે છે. જા કે કેટલાક સમયથી સ્પેસ સ્ટેશનના મેન્ટેનન્સની સમસ્યા વધતી જાય છે.આઇએસએસની કેટલીક ટેકનોલોજી અને મોડયૂલ જુના થઇ ગયા છે. આ પ્રોજેકટમાં રશિયા અને અમેરિકા મોટા પાયે સંશોધ ખર્ચ કરી રહયા છે. સ્પેસ સ્ટેશનમાં અમેરિકાની ફરજ અંતરિક્ષ યાત્રીઓને લાઇફ સપોર્ટ આપવાની તથા રશિયાનું કામ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વ્યવસ્થિત રીતે ભ્રમણ કરતું રહે તે જાવાનું છે.