રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન, યુક્રેનના ટોચના સૈન્ય કમાન્ડરે કહ્યું છે કે રશિયાના સતત આક્રમણ બાદ પૂર્વી યુક્રેનના મુખ્ય શહેર પોકરોવસ્કની આસપાસ યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. વિશ્લેષકોનો અંદાજ છે કે રશિયન દળો હવે શહેરથી થોડાક કિલોમીટર દૂર છે. યુક્રેનિયન સૈનિકોએ છેલ્લા ૨૪ કલાકમાં પોકરોવસ્કની આસપાસ સુરક્ષા દળો પર હુમલો કરવાના લગભગ ૪૦ રશિયન પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા, જનરલ સ્ટાફે ગુરુવારે યુદ્ધ ક્ષેત્રના અહેવાલમાં જણાવ્યું હતું.
યુક્રેનિયન આર્મી ચીફ જનરલ ઓલેકસેન્ડર સિરસ્કીએ બુધવારે મોડી રાત્રે ફેસબુક પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “કબજા કરી રહેલા રશિયનો તેમના તમામ ઉપલબ્ધ દળોને આગળ ધપાવી રહ્યા છે અને અમારા સૈનિકોના સંરક્ષણને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.” તેણે કહ્યું કે તેની સેનાની સંખ્યા ઓછી છે. રશિયન દળો ગ્લાઈડ બોમ્બ વડે યુક્રેનના સંરક્ષણને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયન હુમલા પહેલા પોકરોવસ્કની વસ્તી લગભગ ૬૦,૦૦૦ હતી. તેને યુક્રેનના મુખ્ય રક્ષણાત્મક ગઢ તરીકે જાવામાં આવે છે. અહીં રશિયાનો કબજા યુક્રેનની રક્ષણાત્મક ક્ષમતાને નબળી પાડશે. કિવ સરકાર માટે એક મોટી ચિંતા એ છે કે રાષ્ટÙપતિ-ચુંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળ્યા પછી રશિયાને રોકવા માટે અબજા ડોલરની યુએસ લશ્કરી સહાય સમાપ્ત થઈ શકે છે.