યુક્રેન અને રશિયા વચ્ચે ૧૦૨ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ બંને વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. યુદ્ધની વચ્ચે શનિવારે બંને દેશોની સેનાઓએ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના મૃતદેહોની આપ-લે કરી હતી. યુક્રેનના મંત્રાલયે જણાવ્યું હતું કે ૨ જૂનના રોજ, બંને દેશોએ ઝાપોરિઝ્ઝ્યા ઓબ્લાસ્ટમાં ફ્રન્ટ લાઇન પર તેમના ૧૬૦ સૈનિકોના મૃતદેહ એકબીજાને સોંપ્યા હતા. રશિયન હુમલાને કારણે લગભગ ૧૪ મિલિયન યુક્રેનિયન નાગરિકો તેમના ઘર છોડીને ભાગી ગયા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ યુએસ મેયરોને રશિયન શહેરો સાથેના સંબંધો તોડવા વિનંતી કરી. મેયરોની અમેરિકન કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું કે તમે આ હત્યારાઓને તમને તેમના ભાઈ બહેન ન કહેવા દો. ઝેલેન્સકીએ તેમને યુદ્ધ બાદ યુક્રેનના પુનઃનિર્માણમાં મદદ કરવાની પણ અપીલ કરી છે.
અમેરિકી જનરલે પશ્ચિમી દેશોને જલદી યુક્રેનમાં ફાઈટર જેટ મોકલવાની અપીલ કરી છે. કેલિફોર્નિયા નેશનલ ગાર્ડના કમાન્ડર મેજર જનરલ ડેવિડ બાલ્ડવિન કહે છે કે સોવિયેત નિર્મિત મિગ ટૂંકા ગાળામાં શ્રેષ્ઠ ઉકેલ હોઈ શકે છે.
પોલેન્ડના નાયબ નાણા પ્રધાન પાવેલ જેબ્લોન્સકીએ જણાવ્યું હતું કે ઈેં પહેલેથી જ રશિયા સામે પ્રતિબંધોના ૭મા પેકેજ પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે રશિયા હજુ પણ ગેસ વેચી શકે છે તેથી પ્રતિબંધો વધુ કડક હોવા જાઈએ.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને રશિયાને અપમાનિત ન થવા હાકલ કરી હતી જેથી યુક્રેનમાં યુદ્ધ બંધ થાય ત્યારે રાજદ્વારી ઉકેલ શોધી શકાય. તેમનું માનવું છે કે યુદ્ધ રોકવા માટે ફ્રાન્સ મધ્યસ્થીની ભૂમિકા ભજવશે.યુક્રેનનો આરોપ છે કે માયકોલિવ પર રશિયન ગોળીબારમાં ૩ લોકો માર્યા ગયા અને ૪ ઘાયલ થયા. માયકોલિવના મેયર એલેક્ઝાન્ડર સિંકેવિચના જણાવ્યા અનુસાર, શનિવારે રશિયન હુમલામાં ત્રણ ઊંચી ઇમારતોને પણ નુકસાન થયું હતું.