રશિયામાં તાજેતરમાં બ્રિક્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં રશિયા, સાઉથ આફ્રિકા, સંયુક્ત આરબ અમીરાત, બ્રાઝિલ, ચીન, ઇજીપ્ત, ઇથોપિયા, ભારત, ઇરાન, અને સાઉદી અરેબિયાના યુવા પ્રતિનિધિઓ સાથે ૨૦૨૪ની ઇન્ટરનેશનલ બ્રિક્સ સમિટમાં યુવા શિબિર યોજવામાં આવી હતી. આ સમિટમાં જોડાવા માટે સાજીયાવદર ગામનાં વતની કુ. ધારાબેન પ્રવિણભાઇ પટેલ (ગોંડલીયા)ની પસંદગી થઇ હતી. સૌથી નાની વયની ધારાબહેનને સર્જનાત્મક કલા ક્ષેત્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. કુ. ધારાબહેને રશિયામાં ઉપસ્થિત રહેલા ૧૦ વિકસિત દેશોના પ્રતિનિધિઓ સમક્ષ સાજીયાવદર ગામનું તથા ભારત દેશનું ગૌરવ વધાર્યું હતું.