યુક્રેન પર રશિયન સેનાના હુમલાને ચાર મહિના વીતી ગયા છે, પરંતુ હજુ સુધી આ યુદ્ધ અટક્યું નથી. આખી દુનિયા આનાથી ચિંતિત છે, ઘણા દેશોની અર્થવ્યવસ્થા પણ આ યુદ્ધથી પ્રભાવિત થઈ રહી છે. યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક મોટું નિવેદન આપ્યું છે, જેના કારણે સ્થિતિતિ વધુ ગંભીર થવાની આશંકા છે.
સૂત્રો પાસેથી મળેલા અહેવાલ મુજબ, રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેઓ કોઈને પણ પરમાણુ હુમલાની ધમકી નથી આપી રહ્યા, પરંતુ ચોક્કસપણે દરેકને યાદ અપાવવા માંગે છે કે તેમની પાસે પરમાણુ હથિયારો છે અને તેઓ તેનો ઉપયોગ કરી શકે છે. પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુક્રેન યુદ્ધમાં રશિયા દ્વારા પરમાણુ હથિયારોના ઉપયોગની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રશિયાના રાષ્ટ્રપતિએ ભૂતકાળમાં ઘણી વખત પરમાણુ હુમલાની ધમકી આપી છે, પરંતુ આ વખતે અગાઉના નિવેદનોથી વિપરીત તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈને ધમકી આપી રહ્યા નથી પરંતુ રશિયા પરમાણુ હુમલા કરવા સક્ષમ છે. તેમણે ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમના મંચ પરથી આ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ‘અમે પરમાણુ યુદ્ધની ધમકી આપતા નથી, પરંતુ દરેકને ખબર હોવી જાઈએ કે અમારી પાસે પરમાણુ શ†ો છે અને જા અમારે અમારી સાર્વભૌમત્વની રક્ષા માટે તેનો ઉપયોગ કરવો પડે તો પણ અમે પીછેહઠ કરીશું નહીં.’ પુતિને ફેબ્રુઆરીમાં યુક્રેન સામેના યુદ્ધની શરૂઆત સાથે તેમના પરમાણુ દળને સક્રિય કર્યું, જે જરૂર પડ્યે પરમાણુ હુમલા કરી શકે છે.
રશિયાના હુમલાની સૌથી વધુ અસર યુક્રેનના પૂર્વ વિસ્તારમાં રહી છે અને અહીં અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. રશિયાના હુમલામાં યુક્રેનના ઘણા શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, પરંતુ હજુ પણ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. યુક્રેન ઈેંમાં સામેલ થવા માટે સખત પ્રયાસ કરી રહ્યું છે અને તેને રશિયા માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.