રશિયન સેનાએ યુક્રેનના ખાર્કિવમાં જમીન પર હુમલો કર્યો હતો. હુમલાને જાતા યુક્રેને સરહદી વિસ્તારમાં વધારાના સૈનિકો મોકલ્યા હતા. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે રશિયાએ હવાઈ બોમ્બ અને આર્ટિલરી વડે સરહદી વિસ્તારોમાં હુમલો કર્યો. યુક્રેનના રાષ્ટÙપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ આ દિશામાં બદલો લેવાની નવી લહેર શરૂ કરી છે. આ હુમલા બાદ અમેરિકાએ તરત જ યુક્રેનનો સંપર્ક કર્યો.
તમને જણાવી દઈએ કે યુક્રેનને આ વિસ્તારમાં રશિયા દ્વારા હુમલાની ચેતવણી મળી હતી. આ રશિયા તરફથી યુક્રેન પર હુમલાનો સંકેત હોવાનું કહેવાય છે. જાકે, એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલો રશિયા તરફથી થશે કે નહીં. યુક્રેનના જનરલ સ્ટાફે પ્રથમ વખત જણાવ્યું હતું કે રશિયા સુમી અને ચેર્નિહિવના યુક્રેનિયન વિસ્તારો નજીક ખાર્કિવની ઉત્તરે તેની સેના વધારી રહ્યું છે.
ઝેલેન્સકીએ કહ્યું કે રશિયા આ વસંત અથવા ઉનાળામાં મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે કિવની સેના શુક્રવારે થયેલા હુમલાનો સામનો કરવા માટે તૈયાર છે. ઝેલેન્સકીએ કહ્યું કે રશિયા આ ક્ષેત્રમાં વધુ સૈનિકો મોકલી શકે છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે રશિયાએ સવારે પાંચ વાગ્યે હુમલો કર્યો હતો. નામ ન આપવાની શરતે યુક્રેનની સેનાના એક સૈનિકે કહ્યું કે રશિયન સેના યુક્રેનની સરહદમાં એક કિલોમીટર અંદર ઘૂસી ગઈ હતી. તેમણે વધુમાં કહ્યું કે રશિયા આ વિસ્તારમાં બફર ઝોન બનાવવા માટે યુક્રેનની સેનાને ૧૦ કિમી પાછળ ધકેલવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ યુક્રેનની સેના તેમને રોકવાનો પ્રયાસ કરી રહી હતી.
આ હુમલા બાદ અમેરિકા હવે યુક્રેન સાથે નજીકથી તાલમેલ કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસના રાષ્ટિય સુરક્ષા પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું કે એવું લાગે છે કે રશિયા ખાર્કિવમાં હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. યુક્રેનના ટોચના અધિકારીઓ માને છે કે રશિયા પાસે ખાર્કિવને કબજે કરવા માટે સફળ અભિયાન ચલાવવા માટે પૂરતા દળો ઉપલબ્ધ નથી. જાકે શુક્રવારે થયેલા હુમલા અંગે રશિયા તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.