રાજુલાના ભાજપ અગ્રણી અને કાઠી સમાજના આગેવાન રવુભાઈ ખુમાણની પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રવુભાઈ ખુમાણ આ પહેલા રાજુલા પાલિકાના પ્રમુખ તેમજ અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે સેવા આપી ચુકયા છે. રવુભાઈ ખુમાણની પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય તરીકે વરણી થતા કાઠી સમાજ તેમજ ભાજપ આગેવાનોએ અભિનંદન પાઠવ્યા છે.