આગામી સમયમાં અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિ પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અદ્વિતીય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે સારહી યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા અમરેલીની ધર્મપ્રેમી જનતા પણ આ અભૂતપૂર્વ મહોત્સવનો ભાગ બની શકે એ માટે તારીખ-૨૧ને રવિવારના રોજ બપોરે-૪ઃ૦૦ કલાકે “અક્ષત કળશ યાત્રા”નું આયોજન કરવામાં આવેલ હોય, આ યાત્રા ભીડભંજન મહાદેવ મંદિરથી રામજી મંદિર સુધી રહેશે. તેમજ તા.રરને સોમવારના રોજ ડો.જીવરાજ મહેતા ચોક ખાતે સવારના-૯ઃ૦૦ કલાકથી ભગવાન શ્રીરામનું પૂજન-અર્ચન, રાત્રીના-૮ઃ૦૦ કલાકે મહાઆરતી તેમજ રાત્રીના-૯ઃ૦૦ કલાકે આતીશબાજીનો કાર્યક્રમ રાખેલ છે. સારહી યુથ કલબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી દ્વારા આ બે દિવસના કાર્યક્રમમાં શહેરની ધર્મપ્રેમી તમામ જનતાને સહપરિવાર જોડાવા અને આ મહોત્સવનો ભાગ બનવા આમંત્રણ આપવામાં આવ્યું છે.