રમેશ સિંહ અરોરાએ થોડા દિવસ પહેલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મંત્રી તરીકે શપથ લીધા હતા. રમેશ સિંહ અરોરા પાકિસ્તાનમાં ત્રીજી વખત જિલ્લા નારોવાલમાંથી પ્રાંતીય એસેમ્બલી માટે ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ પાકિસ્તાનના લઘુમતી શીખ સમુદાયમાંથી મંત્રી બનનાર પ્રથમ વ્યક્તિ છે. પંજાબના મુખ્યમંત્રી બનેલા પાકિસ્તાન મુસ્લીમ લીગના મરિયમ નવાઝે રમેશ સિંહ અરોરાને તેમના કેબિનેટમાં સામેલ કર્યા છે. મરિયમ નવાઝ પાકિસ્તાનના ત્રણ વખતના વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી છે. ૪૮ વર્ષીય સરદાર રમેશ સિંહ અરોરાએ કહ્યું, “૧૯૪૭માં ભાગલા પછી આ પહેલીવાર છે જ્યારે પંજાબ પ્રાંતની કેબિનેટમાં કોઈ શીખનો સમાવેશ કરવામાં આવ્યો છે.