અમદાવાદના બાજ ખેડાવાળ મિત્ર મંડળ સિનિયર સિટીઝન ફોરમ દ્વારા યોજાયેલ રમત હરિફાઈમાં સાવરકુંડલાની એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલનાં પૂર્વ પ્રિન્સિપાલ વર્ષાબેન નરેન્દ્રભાઈ ખખ્ખરે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે લીંબુ ચમચી સ્પર્ધામાં પ્રથમ નંબર અને સંગીત ખુરશી સ્પર્ધામાં પણ પ્રથમ નંબર મેળવી રોકડ પુરસ્કાર હાંસલ કર્યો હતો. ભાઈઓ અને બહેનોની કુલ આઠ સ્પર્ધાઓમાંથી એકસાથે બે સ્પર્ધામાં પ્રથમ આવવાનું ગૌરવ એકમાત્ર વર્ષાબેનને મળ્યું હતું.







































