રાજુલા, જાફરાબાદ અને ખાંભાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આયોજિત રમતોત્સવ-૨૦૨૫નો ઇનામ વિતરણ સમારોહ રાજુલાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયો હતો. આ રમતોત્સવમાં રાજુલા અને આસપાસની ૧૫ જેટલી શાળાઓના ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ, શિસ્ત અને  સ્પર્ધાત્મક ભાવના વિકસાવવાનો હતો. રમતોત્સવમાં દોડ, કબડ્ડી, ખો-ખો, લાંગ જમ્પ અને હાઈ જમ્પ જેવી વિવિધ રમતો યોજાઈ હતી.