(એ.આર.એલ),ગાઝા,તા.૨૨
ગાઝાના અન્ય શહેરોમાંથી ૧૦૦,૦૦૦ થી વધુ બેઘર પેલેસ્ટનિયનો હજુ પણ રફાહમાં આશ્રય લઈ રહ્યા છે,જ્યારે મેની શરૂઆતમાં શરણાર્થીઓની સંખ્યા ૧.૪ મિલિયન હતી.રફાહ અને ગાઝાના અન્ય વિસ્તારોમાં ઇઝરાયેલના બોમ્બમારામાં ૪૫ પેલેસ્ટનિયન માર્યા ગયા હતા. ઇઝરાયેલના હુમલાઓથી બચવા માટે લગભગ ૧.૩ મિલિયન ગાઝાના અન્ય ભાગોમાં ભાગી ગયા છે.૪૫ પેલેસ્ટનિયન માર્યા ગયા હતા. ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે તે ઘણી જગ્યાએ પેલેસ્ટનિયન આતંકવાદીઓ સાથે લડી રહી છે. ઇઝરાયેલની સેના લગભગ દોઢ મહિનાથી ઇજિપ્તની સરહદ પાસે આવેલા રફાહ શહેરમાં લડી રહી છે પરંતુ તેને કબજે કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.
ગાઝાના અન્ય શહેરોમાંથી ૧૦૦,૦૦૦ થી વધુ બેઘર પેલેસ્ટનિયનો હજુ પણ રફાહમાં આશ્રય લઈ રહ્યા છે, જ્યારે મેની શરૂઆતમાં શરણાર્થીઓની સંખ્યા ૧.૪ મિલિયન હતી. ઇઝરાયેલના હુમલાઓથી બચવા માટે લગભગ ૧.૩ મિલિયન ગાઝાના અન્ય ભાગોમાં ભાગી ગયા છે.ઇઝરાયેલની ટેન્ક શહેરની પશ્ચિમી અને ઉત્તરી સરહદોથી ગોળીબાર કરી રહી છે. જ્યારે ફાઈટર પ્લેન દ્વારા અવાર-નવાર બોમ્બ ધડાકા થઈ રહ્યા છે અને દરિયામાં લંગરાયેલા યુદ્ધ જહાજા રોકેટ અને મિસાઈલ છોડી રહ્યા છે.રફાહના પશ્ચિમમાં માવાસી વિસ્તારમાં ગોળીબારમાં ૧૨ પેલેસ્ટનિયન શરણાર્થીઓ માર્યા ગયા હતા.આ શરણાર્થીઓના ટેન્ટ પર ઈઝરાયેલની ટેન્કનો શેલ પડ્યો હતો. રફાહના લોકોનું કહેવું છે કે છેલ્લા બે દિવસમાં ઈઝરાયેલની કાર્યવાહી વધી છે, જેના કારણે તેમનો પ્રતિકાર પણ વધ્યો છે. હમાસના જણાવ્યા અનુસાર,તેના લડવૈયાઓએ બે ઇઝરાયેલી ટેન્કને નિશાન બનાવીને નષ્ટ કરી દીધી હતી.રફાહના મેયર અહેમદ અલ-સોફીનું કહેવું છે કે આખું શહેર ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહી માટે સંવેદનશીલ છે. ઈઝરાયેલની સેનાને અહીં રહેતા સામાન્ય લોકોની બિલકુલ ચિંતા નથી. જેના કારણે દરરોજ મોટી સંખ્યામાં સામાન્ય લોકોના મોત થઈ રહ્યા છે. ઘાયલોની સારવાર માટે હવે કોઈ સુવિધા બાકી નથી. ગાઝાના મધ્યમાં સ્થત નુસિરતમાં ઈઝરાયેલની સેનાની કાર્યવાહીમાં પણ મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે.સેનાના સૂત્રોએ જણાવ્યું છે કે માર્યા ગયેલા મોટાભાગના લોકો પેલેસ્ટનિયન આતંકવાદીઓ હતા અને આ વિસ્તારમાં સ્થત હથિયારોના ગોદામ વિશે માહિતી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી, જે દરમિયાન ત્યાં આતંકવાદીઓ માર્યા ગયા હતા. દરમિયાન, ઇઝરાયેલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે ઇઝરાયેલના સુરક્ષા દળો દ્વારા બે પેલેસ્ટનિયન માર્યા ગયા હોવાના અહેવાલ છે.