બગસરા તાલુકાના રફાળા ગામે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. પ્રાંત અધિકારી પુજા જાટાણીયાના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજવામાં આવી હતી. આ સભામાં સરકારના વિવિધ વિભાગની કચેરીને લગતા પ્રશ્નો ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. પ્રશ્નોનું નિરાકરણ કરવા અધિકારીએ સૂચના આપી હતી. સભામાં હાજર રહેલા અધિકારીઓએ ગ્રામજનોને વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. આ સભામાં મામલતદાર શર્મા, ભીંડીભાઈ, એસ.ટી.ડેપો મેનેજર, ફોરેસ્ટર સહિતના અધિકારીઓ, સરંપચ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.