બગસરાના રફાળા ગામે રહેતા કેટલાક શ્રદ્ધાળુઓ અને આસપાસના ગામના ૫૦ શ્રદ્ધાળુઓ હરિદ્વાર, ઉત્તરાખંડની યાત્રાએ ગયા હતા. જ્યાંથી પરત ફર્યા ત્યારે સૌરાષ્ટ્રની જૂની પરંપરા ગામે ગ્રામજનોએ તેમનું સામૈયું કર્યુ હતું. ગામમાં ભજન-કીર્તન પણ રાખવામાં આવ્યા હતા. સામૈયાના કારણે થોડીવાર માટે ગામમાં પ્રાચીન સમય ફરીથી જીવંત થયો હતો.