રાજકોટ જિલ્લાના રફાળા મુકામે આવેલ સમગ્ર ઇન્દ્રોડિયા પરિવાર કુળદેવી શ્રી જક્ષણી માતાજી અને મહાકાળી માતાજીના પ્રાચીન મઢ મંદિર દેવસ્થાનના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન તા ૩/૩/૨૪ને રવિવારના રોજ કરવામાં આવ્યું છે. કુળદેવી માતાજી પ્રાણ પ્રતિષ્ઠા સેવા સમિતિના નેજા હેઠળ ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે અને કુળદેવી શ્રી જક્ષણી માતાજીના મુખ્ય મંદિર સાદરા મુકામેથી અખંડ જ્યોત પણ મોકલવામાં આવી હતી જેમાં રાજકોટ અમદાવાદના ઇન્દ્રોડિયા પરિવારના ભાઈઓ જોડાયા હતા. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં વસતા સમસ્ત ઇન્દ્રોડિયા પરિવારના સભ્યો ઉપસ્થિત રહેશે.