અમરેલી જિલ્લામાં આગામી રર-મી મેના રોજ હર ઘર દસ્તક અભિયાન અન્વયે મેગા વેક્સિન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાના રપ૦ સ્થળોએ ૧.પપ લાખ નાગરિકોને વિનામૂલ્યે રસી આપવામાં આવશે. લોકોમાં કોરોના રસી પ્રત્યે
જાગૃતિ આવે તે માટે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મેગા વેક્સિન ડ્રાઇવમાં રસી બાકી હોય તેવા ૧ર થી ૧૪ વર્ષની વયના રપ હજાર બાળકોને પ્રથમ ડોઝ આપવામાં આવશે. જ્યારે બીજા ડોઝ બાકી હોય તેવા ર૩ હજાર નાગરિકોને રસી આપવામાં આવશે. તો, ૧પ થી ૧૭ વર્ષના ૩૮ હજાર નાગરિકોને પ્રથમ ડોઝ, બીજા ડોઝ બાકી હોય તેવા ૯ હજાર નાગરિકો ઉપરાંત ૬૦ વર્ષથી વધુ વયના હોય તેવા પ૦ હજાર વરિષ્ઠ નાગરિકોને પ્રિકોશન ડોઝથી રક્ષિત કરવામાં આવશે. આ ડ્રાઇવમાં સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ, ધર્મગુરૂઓ, ગ્રામ્ય આગેવાનોને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.