The Chief Minister of Jharkhand, Hemant Soren calling on the Prime Minister, Shri Narendra Modi, in New Delhi on January 11, 2020.

ઝારખંડ સરકાર રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા રધુવર દાસની સરકારમાં મંત્રી રહેલ નેતાઓ પર સખ્તાઇ કરતી નજરે પડી રહી છે રાજય સરકારે એસીબીને રધુવર સરકારમાં મંત્રી રહેલ પાંચ નેતાઓની વિરૂધ્ધ આવક કરતા વધુ સંપત્તિના મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
હકીકતમાં વર્ષ ૨૦૨૦માં પંકજકુમાર યાદવ નામના વ્યક્તિએ ઝારખંડ હાઇકોર્ટમાં જનહિત અરજી દાખલ કરી માંગ કરી હતી કે રધુવર દાસના સમયે મંત્રી રહેલ પાંચ નેતાઓની સંપત્તિની તપાસ કરવામાં આવે આ અરજી પંકજકુમાર યાદવ વિરૂધ્ધ ઝારખંડ રાજય અને પૂર્વ રાજય સરકારના મંત્રીમંડળ હેઠળ દાખલ કરવામાં આવી હતી તે અરજીને જ આધાર બનાવી હેમંત સરકારે એસીબીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
એ યાદ રહે કે ઝારખંડમાં ૧૦ ફેબ્રુઆરીથી ભ્રષ્ટ્રાચારને લઇ પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે જુબાની જંગ ચાલી રહ્યો છે.મુખ્ય વિરોધ પક્ષ ભાજપનું કહેવુ છે કે વર્તમાન સરકાર ભ્રષ્ટ્રાચારમાં ડુબેલી છે.મુખ્યમંત્રી સહિત દુમકાના ધારાસભ્ય બસંત સોરેન,મંત્રી મિથિલેશ ઠાકુર અને ઝામુમો ધારાસભ્ય દીપક બિરૂઆની વિરૂધ્ધ ઓફિસ ઓફ પ્રોફિટનો આરોપ લગાવી તેમનું સભ્ય પદ રદ કરવાની માંગ ચુંટણી પંચ સમક્ષ કરવામાં આવી છે.
ભાજપે મુખ્યમંત્રી પર ગેરકાયદેસર રીતે ખનન પટ્ટા લેવા અને ત્યારબાદ કંપનીઓમાં ભાગીદારીના મામલાની સીબીઆઇ તપાસ માટે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી છે.ભાજર એ વાતને સાબિત કરવામાં લાગી છે કે વર્તમાન સરકાર ભ્રષ્ટ્રાચારને પ્રોત્સાહન આપી રહી છે.અને હેમંત સરકારની વિરૂધ્ધ મોરચો ખોલ્યો છે.
હેમંત સરકારના આ પગલાને ભાજપ પર પલટવારના રૂપમાં જોવામાં આવી રહ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે જેએમએમ એ સંદેશ આપવા ઇચ્છે છે કે જો કેન્દ્ર પોતાના હરીફની વિરૂધ્ધ કેન્દ્રીય એજન્સીનો ઉપયોગ કરશે તો રાજય સરકારની પાસે પણ ભાજપની વિરૂધ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર છે.