અંબાજી આબુ રોડ હાઇવે માર્ગ વચ્ચે એક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી આબુરોડ જતો માર્ગ પહાડી અને ઢળાંગ વાળો હોવાના લીધે સુરપગલા નજીક આવેલા વળાંકમાં એક ખાનગી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ૫૫ મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી હતી. ૧૨ મુસાફરો ઈજાગ્રસ્ત થતા તમામને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આજે અંબાજીથી આબુરોડ જતા માર્ગ પર સુરપગલા નજીક આવેલા વળાંકમાં એક ખાનગી બસના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ નદીમાં ખાબકી હતી. રણુજાથી દર્શન કરીને ભક્તો ગુજરાત તરફ જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. ગુજરાતના દેરોલના ભક્તો ત્રણ દિવસની યાત્રા ઉપર રાજસ્થાન રણુજા નીકળ્યા હતા. ત્યારે પરત આવતા આબુ રોડ અંબાજી વચ્ચે આ અકસ્માત થયો હતો. આ બસમાં ૫૫થી વધુ યાત્રિકો સવાર હતા. અંબાજીથી આબુરોડ માર્ગ પર સુરપગલાં નજીક આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં આબુરોડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી સાથે આબુરોડ મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.