રણવીર સિંહ હાલમાં ‘સિંઘમ અગેઇન’ના શૂટિંગમાં બિઝી છે. તે ફરહાન અખ્તરની ‘ડાન ૩’માં પણ દેખાવાનો છે. આ વર્ષે આૅગસ્ટ કાં તો સપ્ટેમ્બરમાં એનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ ‘શક્તિમાન’નું કામ તે શરૂ કરશે. રણવીરને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૧૪ વર્ષ થયાં છે. તે આજે ?વર્સટાઇલ ઍક્ટર છે. તેણે ફિલ્મોમાં પોતાના પર્ફોર્મન્સથી લોકોને દીવાના બનાવ્યા છે.
પોતાની કરીઅર દરમ્યાન તેણે સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપડા, રોહિત શેટ્ટી, કરણ જાહર, ઝોયા અખ્તર અને વિક્રમાદિત્ય મોટવાણી સાથે કામ કર્યું છે. હાલમાં તે ‘સિંઘમ અગેઇન’નું શૂટિંગ એપ્રિલના અંત સુધી કરવાનો છે. કેટલાક અગત્યના પાર્ટ તેણે શૂટ કર્યા છે. આ ફિલ્મમાં તેનો રોલ ખૂબ મહ¥વનો છે.
‘સિંઘમ અગેઇન’નું શૂટિંગ પૂરું કર્યા બાદ તે ‘ડાન ૩’નો લુક ટેસ્ટ કરશે. ત્યાર બાદ તે પોતાના રોલ માટે વર્કશાપ્સ અટેન્ડ કરશે. અમિતાભ બચ્ચનની ‘ડાન’ અને એની રીમેકમાં શાહરુખ ખાન હોવાથી ‘ડાન ૩’ રણવીરને એક મોટી જવાબદારી લાગે છે. ફરહાન અખ્તર આ ફિલ્મને ડિરેક્ટ કરવાનો છે.
ફિલ્મને ભારત અને વિદેશમાં શૂટ કરવામાં આવશે. સાત મહિના સુધી શૂટિંગ ચાલશે. ‘ડાન ૩’ બાદ રણવીર ‘શક્તિમાન’નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ છેલ્લાં ત્રણ વર્ષથી લખાઈ રહી છે અને ફાઇનલી હવે ‘શક્તિમાન’ના વારસાને ધ્યાનમાં રાખીને એની સ્ક્રિપ્ટ પૂરી કરવામાં આવી છે. આ ફિલ્મને બેસિલ જાસેફ ડિરેક્ટ કરશે. સોની પિક્ચર્સ અને સાજિદ નડિયાદવાલા એને પ્રોડ્યુસ કરશે.