હાલમાં રિલીઝ થયેલ રણવીર સિંહની ફિલ્મ ૮૩નું ધમાકેદાર ટ્રેલર સૌ કોઈમાં ચર્ચાનો વિષય બન્યું છે. જા કે, હવે આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ છે. સંયુક્ત આરબ અમીરાતના ફાઈનાન્સર કંપનીના ફિલ્મ મેકર્સ વિરુદ્ધ મેજિસ્ટ્રેટ કોર્ટમાં છેતરપીંડીનો કેસ નોંધાવામાં આવ્યો છે. ફરિયાદ કર્તાએ તેની સાથે છેતરપીંડી અને ષડયંત્ર રચવાનો દાવો કર્યો છે.
ડાયરેક્ટરે તેની સાથે ખોટો વાયદો કર્યો અને ૧૫૯ કરોડ આ ફિલ્મ માટે ખર્ચ કરવા મનાવ્યો. આ મામલે ટૂંક સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, આ ફિલ્મ આ મહિનાની ૨૪ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તેને હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.
૮૩ના વર્લ્‌ડ કપ પર બનેલી આ ફિલ્મમાં રણવીર સિંહ, કપિલ દેવનું પાત્ર નિભાવી રહ્યો છે. ફિલ્મનું નિર્દેશન કબીર ખાન કરી રહ્યા છે. ટ્રેલરમાં બતાવામાં આવ્યું છે કે, ઈંડિયન ટીમ રમી રહી છે. ટીમના પ્લેયર્સ એક એક કરીને આઉટ થઈ રહ્યા છે અને આખી ટીમને કપિલ દેવ પર આશા છે. જ્યારે વર્લ્‌ડ કપ ૧૯૮૩ રમવા જાય છે, ત્યારે રણવીર કોન્ફ્રેંસમાં કહે છએ કે, તે અહીં જીતવા માટે આવ્યો છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી તે સમયના ભારતીય ટીમના મેનેજર પીઆર માન સિંહનું પાત્ર નિભાવી રહ્યા છે. ટ્રેલરમાં તે કહે છે કે ૩૫ વર્ષ પહેલા અમે લોકોએ આઝાદી જીતી હતી, પણ ઈજ્જત જીતવાનું હજૂ બાકી છે. ટ્રેલરના પ્રથમ પાર્ટ્‌સમાં ઈંડિયન ટીમ સ્ટ્રગલ કરતી દેખાઈ છે. જ્યારે બીજા પાર્ટ્‌સમાં ટીમ શાનદાર વાપસી કરી જીત મેળવે છે. જા કે, જીત પહેલા દુખ અને સ્ટ્રગલ ઈંડિયન ટીમ અને તેના પરિવારને કરવી પડી તે, ખૂબ જ ઈમોશ્નલ છે.