(એ.આર.એલ),મુંબઇ,તા.૧૮
રિતિક રોશન અને રણબીર કપૂર પહેલી વખત કોઈ ફિલ્મમાં સાથે જાવા મળશે. રણબીર કપૂર હાલ રામાયણના શૂટિંગમાં બિઝી છે અને સાથે તેમની બ્લોકબસ્ટર ફિલ્મ બ્રહ્માની સીક્વલની તૈયારી પણ ચાલી રહી છે. રિતિક રોશનની વોર ૨નું શૂટિંગ પણ પૂર જાશમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં રિતિકની સાથે જુનિયર એનટીઆર મહ¥વના રોલમાં છે. રિતિક અને રણબીર હાથ પરની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી એક પ્રોજેક્ટ પર સાથે કામ કરવાના છે.
વર્ષ ૨૦૨૨માં રણબીર કપૂરની ‘બ્રહ્મા રિલીઝ થઈ હતી. ફિલ્મના વીએફએક્સ, મ્યૂઝિક, કાસ્ટંગ અને બજેટે દરેકનું ધ્યાન ખેંચ્યુ હતું. બોયકોટ ટ્રેન્ડ પૂરા જારમાં હોવા છતાં આ ફિલ્મ ચાલી હતી. ‘બ્રહ્મા’માં આલિયા અને રણબીરે પહેરી વાર સાથે કામ કર્યું હતું. બે વર્ષ પહેલાં રૂ.૪૦૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે રૂ.૪૨૫ કરોડની વર્લ્ડવાઈડ આવક મેળવી હતી. ‘બ્રહ્મા†’ની રિલીઝ સાથે જ તેની સીક્વલ ફાઈનલ થઈ હતી. કરણ જાહરના પ્રોડક્શન બેનર હેઠળ અયાન મુખરજીએ ડાયરેક્ટ કરેલી આ ફિલ્મની સીક્વલનો સંકેત ક્લાઈમેક્સમાં જ અપાઈ ગયો હતો. ફિલ્મમાં રણબીરની માતાના રોલમાં દીપિકા પાદુકોણનો કેમિયો હતો, પરંતુ તેના પિતા ક્યાંય દેખાયા ન હતા. રિપોર્ટ્સ મુજબ, શિવાના પિતાના રોલમાં રિતિક રોશન જાવા મળે તેવી શક્યતા છે. ફિલ્મના મેકર્સે દીપિકા અથવા રિતિકના સમાવેશ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી નથી. જા કે ‘ફાઈટર’ બાદ રિતિક-દીપિકા ફરી એક વાર સાથે કામ કરે તેવી શક્યતા છે. રિતિક રોશનની હાથ પરની ફિલ્મ ‘વોર ૨’ને અયાન મુખરજી ડાયરેક્ટ કરી રહ્યા છે. ‘બ્રહ્મા ૨’ના ડાયરેક્ટર પણ અયાન જ છે. જા કે રણબીર કપૂરે ઘણી બધી ફિલ્મો સાઈન કરેલી છે અને તેથી રણબીરને નવરાશ મળ્યા પછી ‘બ્રહ્મા† ૨’ આગળ વધી શકે તેમ છે.