રખિયાલ પોલીસ તહેવારના અનુસંધાને પેટ્રોલિંગમાં હતી ત્યારે હકીમની ચાલીના નાકે રોડ પર ત્રણ યુવાન બેઠા હતા. પોલીસે તેની તલાશી લેતા ખાટલા નીચેથી ૭૨૪ ગ્રામ ગાંજા મળી આવ્યો હતો. પોલીસે ત્રણેયની ધરપકડ કરી ગાંજા લાવી આપનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.દિવાળીના અનુસંધાને રખિયાલ પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું તે સમયે હકીમની ચાલીની બહાર ખાટલામાં ત્રણ યુવાન બેઠા હતા. બે શખ્સો આ પૈકીના બે મારામારીના ગુનામાં અનેક વખત પકડાઈ ચૂક્યા હતા. આ બે રીઢા આરોપી હોવાથી પોલીસ તપાસ કરવા પહોંચી ત્યારે ખાટલાની નીચે ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલી શંકાસ્પદ હાલતમાં મળી હતી. તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકની ૧૯૭ પડીકીમાં ગાંજા મળી આવ્યો હતો. ગાંજા ક્્યાંથી લાવ્યા હોવાનું પૂછતા ત્રણેયે કુબેરનગરમાં રહેતા વિજય નામના શખ્સ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે હ્લજીન્ની મદદથી આ પદાર્થોની ચકાસણી અને વજન કરાવ્યું તો ૭૨૪ ગ્રામ ગાંજા હોવાનું જણાયું હતું. રખિયાલ પોલીસે નાર્કોટિક્સ એક્ટ હેઠળ રીઝવાન અહેમદ ઉર્ફે હનીસિંહ શેખ (ઉ.૩૦ રહે. રખિયાલ), મોહયુદ્દીન ઉર્ફે શાહરુખ શેખ (રહે. રખિયાલ) અને આમીરખાન ઉર્ફે તિવારી પઠાણ (રહે. રખિયાલ)ની ધરપકડ કરીને ગાંજાનો જથ્થો આપનાર ફરાર વિજયની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે.