છોટાઉદેપુરમાં થોડા સમયના વિરામ બાદ વરસાદની શરૂઆત થવા પામી હતી. ઋણવાડ, ઘેલવાંટ, નાલેજ, પીપલેજમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદથી ખેડૂતોને ચોમાસુ પાકોમાં ફાયદો થશે. છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતો પોતાના ખેતરમાં વાવેલા પાકને લઈ ચિંતિત બન્યા હતા. વરસાદને લઈ ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું હતું.રાજકોટના ઉપલેટામાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટુ પડ્યું હતું. વરસાદની જરૂરિયાત સમયે વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જાવા મળી હતી. કપાસ, એરંડા, મગફળી, સોયાબીન, તુવેર જેવા પાકોને ફાયદો થશે. વરસાદી ઝાપટાથી થોડા અંશે પાકને રાહત મળશે.હવામાન વિભાગ દ્વારા ૧૫ ઓગસ્ટ સુધીની જે આગાહી કરવામાં આવી છે, તેમાં ક્્યાંય ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. હાલ ગુજરાત પર વરસાદ ધડબડાટી બોલાવે તેવી કોઈ સિસ્ટમ નથી, વરસાદ પડશે તો પણ તે હળવો કે મધ્યમ વરસાદ હશે. ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી નથી પરંતુ ગુજરાત અને સૌરાષ્ટÙ બન્ને રિજનમાં છૂટાછવાયા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની આગાહી કરી છે.રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.હાલના સમયમાં સૌથી વધુ ચિંતા ખેડૂતોને છે. ચોમાસાનો પહેલો રાઉન્ડ ધમાકેદાર રહ્યા બાદ ખેડૂતોમાં ખાસ્સો ઉત્સાહ હતો.પહેલો રાઉન્ડ પુરો થયા બાદ વરાપ નીકળતા ખેડૂતોએ બીજા સારા વરસાદી રાઉન્ડની આશાએ વાવણી કરી છે.પરંતુ વરસાદ એટલો ખેંચાયો છે કે ખેડૂતોમાં હવે ચિંતા ઉભી થઇ છે.રાજ્યના કેટલાક હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, ગુજરાતમાં ઓગસ્ટના અંતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે, એટલે કે હજુ રાજ્યમાંથી ચોમાસું ગયું નથી. ભારે વરસાદ આગામી દિવસોમાં રાજ્યને તરબોળ કરી શકે છે.