રક્ષણ દળમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારો માટે વિનામૂલ્યે ૩૦ દિવસના નિવાસી તાલીમ વર્ગ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં ઉમેદવારોને રહેવા તથા જમવાની સવલત સાથે શારીરિક અને લેખિત કસોટીની તાલીમ આપવામાં આવશે. રાજ્યના યુવાનો સંરક્ષણ દળમાં ભરતી થાય અને તેમને તે માટે યોગ્ય માર્ગદર્શન અને દિશા મળી રહે તે ઉદ્દેશ્ય સાથે અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવે છે. ઉંમર ૧૭.૫ વર્ષથી ૨૩ વર્ષ સુધીની હોય અને ધો.૧૦ પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા શારીરિક તેમજ માનસિક રીતે સક્ષમ ઉમેદવારોએ આ તાલીમ વર્ગમાં જોડાવા માટે અરજી કરવી. તે માટેનું નિયત અરજી ફોર્મ અમરેલી જિલ્લા રોજગાર કચેરી અથવા ચેનલ જ્રઈસ્ઁછઇઈન્ૈં પરથી ડાઉનલોડ કરી મેળવી શકાશે. ઉમેદવારોએ અરજી દિન-૬માં જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, જિલ્લા સેવા સદન-૨, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ ખાતે મોકલવી. અરજી પત્રક સાથે ધો.૧૦ની માર્કશીટ, શાળા છોડ્‌યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ સહિતના સાધનિક દસ્તાવેજોની નકલ જોડવી. માહે એપ્રિલ-૨૦૨૪માં યોજાયેલ અગ્નિવીરની લેખિત કસોટીમાં પાસ થયેલ ઉમેદવારોને શારીરિક કસોટીમાં સારો દેખાવ કરી શકે તે માટે એડમિટ કાર્ડ મેળવેલ ઉમેદવારોને આ તાલીમ વર્ગમાં જોડાવા માટે અગ્રતા મળશે.